News Continuous Bureau | Mumbai
Delhi Blast દિલ્હી માં થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટ ને અંજામ આપનાર આતંકી મોહમ્મદ ઉમર નબીનો એક નવો અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઉમર નબી ખૂબ જ સડસડાટ અંગ્રેજી માં ભાષણ આપી રહ્યો છે અને આત્મઘાતી હુમલાઓ ને યોગ્ય ઠેરવતો જોવા મળી રહ્યો છે. વિસ્ફોટ ને અંજામ આપતા પહેલા ઉમરે આ વીડિયો બનાવ્યો હતો, જેમાં તે એકલો છે અને આરામથી કેમેરા સામે બેસીને પોતાનો સંદેશ રેકોર્ડ કરી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ માટે આ વીડિયો આતંકવાદીના માનસ અને ઇરાદા ને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
दिल्ली में लाल किले के पास हुए ब्लास्ट से पहले डॉ. उमर का वीडियो आया सामने।#Delhi #UmarMohammad #RedFortBlast #ATReel #AajTakSocial pic.twitter.com/6gyoszZTfx
— AajTak (@aajtak) November 18, 2025
આત્મઘાતી બોમ્બિંગ અંગે ઉમરના વિચિત્ર તર્ક
આ વીડિયોમાં આતંકી ઉમર નબી એવો દાવો કરે છે કે આત્મઘાતી હુમલાને લોકોએ યોગ્ય રીતે સમજ્યું નથી. ટી-શર્ટ માં લેપલ માઇક લગાવેલ ઉમર કહે છે, “લોકો જે સૌથી મોટી ભૂલ કરે છે, તે એ સમજવામાં નિષ્ફળ રહેવું છે કે બોમ્બ વિસ્ફોટ અથવા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટનો વિચાર ખરેખર શું છે. તેના વિરુદ્ધ અનેક વિરોધાભાસ અને અગણિત તર્કો છે.” તે વધુમાં કહે છે કે આત્મઘાતી હુમલાઓ ની મુખ્ય સમસ્યા એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ માની લે છે કે તેનું મૃત્યુ ચોક્કસ સમય અને સ્થળ પર થશે, તો તે એક ખતરનાક માનસિક સ્થિતિ માં જતો રહે છે.
આતંકીના મતે લોકશાહી માં ‘અસ્વીકાર્ય’ વિચાર
પોતાના ભાષણ માં આગળ વધતા ઉમર જણાવે છે કે, “પણ સત્ય એ છે કે આવી વિચારસરણી અથવા આવી પરિસ્થિતિઓ કોઈપણ લોકશાહી કે માનવીય વ્યવસ્થા માં સ્વીકાર્ય હોઈ શકે નહીં, કારણ કે તે જીવન, સમાજ અને કાયદા ના મૂળભૂત સિદ્ધાંતો નું ઉલ્લંઘન કરે છે.” આ વિડિયો અહીંયા સુધી જ હોવાથી, આત્મઘાતી હુમલા પર તેના આગળના વિચારો સામે આવી શક્યા નથી. જોકે, આ વીડિયોમાં આતંકી ઉમર ખૂબ જ શાંત અને ઇત્મીનાન માં હોય તેવું લાગી રહ્યું છે, અને તે માથું હલાવી-હલાવીને વાત કરી રહ્યો છે. આ વીડિયો આતંકવાદીઓનું મનોવિજ્ઞાન સમજવા માંગતા વૈજ્ઞાનિકો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ સાબિત થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
તપાસની પ્રગતિ: મૃત્યુઆંક અને DNA કન્ફર્મેશન
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા આ ભયાનક વિસ્ફોટ માં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોત થયા છે. આ ધમાકો ત્યારે થયો જ્યારે કાર માં બેઠેલા એક શખ્સે મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1ની બહાર પોતાની જાતને ઉડાવી દીધી હતી. તપાસ એજન્સીઓએ આતંકી ઉમર નબીની માતાના DNA સેમ્પલ લઈને પુષ્ટિ કરી છે કે કાર ચલાવનાર શખ્સ આતંકી ઉમર જ હતો, જેના વિસ્ફોટ માં શરીરના ટુકડા થઈ ગયા હતા. કેસની તપાસ હજી ચાલુ છે અને પોલીસે દિલ્હી, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર માંથી ઘણા લોકોની ધરપકડ કરી છે. આ કેસનો તાર ફતેહાબાદ માંથી મળી આવેલા ૨૯૦૦ કિલો વિસ્ફોટક સાથે પણ જોડાયેલો છે.