Site icon

Delhi IGI Airport Accident :દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, એરપોર્ટ ઓથોરિટીએ લીધો આ મોટો નિર્ણય..

Delhi IGI Airport Accident : ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) દિલ્હીનું ટર્મિનલ 1 ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું છે. વિમાનના સંચાલન પર આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી અને અનિશ્ચિત સમય માટે લાદવામાં આવ્યો છે. અહીંથી ઓપરેટ થતા ઈન્ડિગો અને સ્પાઈસજેટ એરક્રાફ્ટ હવે ટર્મિનલ 2 અને ટર્મિનલ 3 પરથી ઓપરેટ થશે.

Delhi IGI Airport Accident Arrivals and Departures from T1 were suspended till further notice

Delhi IGI Airport Accident Arrivals and Departures from T1 were suspended till further notice

 News Continuous Bureau | Mumbai

Delhi IGI Airport Accident :પાટનગર દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ના ટર્મિનલ 1 પરથી એરક્રાફ્ટની કામગીરી અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. અહીં આજે વહેલી સવારે જ છતનો મોટો હિસ્સો ધરાશાયી થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 ઘાયલ થયા હતા. 

Join Our WhatsApp Community

Delhi IGI Airport Accident :છત તૂટી પડ્યા હોવાનું કારણોની તપાસ ચાલુ 

 મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે કહ્યું કે, ટર્મિનલ 1ના જૂના ભાગની એક છત પડી જવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 5 વાગ્યે છતનો આ ભાગ પડી ગયો હતો. એજન્સીનું કહેવું છે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે છત શા માટે પડી, પરંતુ હાલમાં તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : NEET paper leak : NEET પેપર લીક મામલે વિપક્ષનું વિરોધ પ્રદર્શન, આ કોંગ્રેસી સાંસદ થયા બેહોશ, હોસ્પિટલ ખસેડાયા; જુઓ વિડીયો

Delhi IGI Airport Accident :દિલ્હીમાં સરેરાશ માત્ર 75.2 મીમી વરસાદ થયો 

અહેવાલો મુજબ આ 1936 પછીનો સૌથી વધુ વરસાદ છે. છેલ્લા 30 વર્ષમાં દિલ્હીમાં સરેરાશ માત્ર 75.2 મીમી વરસાદ થયો છે. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ તરત જ દિલ્હી એરપોર્ટ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ તરત જ ફાયર ફાઈટીંગ, મેડિકલ ટીમ અને કામગીરી શરૂ કરી દીધી હતી.

Team India T20 WC 2026: T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ટીમ ઇન્ડિયા જાહેર; શુભમન ગિલ ટીમમાંથી બહાર, ઈશાન-સંજુ ની એન્ટ્રી!
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Donald Trump Tariff: ક્સ ઘટશે, ટેરિફ વધશે! ડોનાલ્ડ ટ્રમ્પની નવી આર્થિક નીતિની જાહેરાતથી અમેરિકી બજારમાં ઉત્સાહ
Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Exit mobile version