Site icon

Delhi Liquor Scam :CM અરવિંદ કેજરીવાલને જેલમાં જ રહેશે, હાઈકોર્ટે મુખ્યમંત્રીના જામીન કર્યા રદ્દ..

Delhi Liquor Scam : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. કેજરીવાલને જામીન આપવાના નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટે રદ્દ કરી દીધો છે.

Delhi Liquor Scam Delhi High Court stays Kejriwal’s bail in liquor policy case

Delhi Liquor Scam Delhi High Court stays Kejriwal’s bail in liquor policy case

News Continuous Bureau | Mumbai

Delhi Liquor Scam :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે.  દારૂ કૌભાંડ કેસમાં હાઈકોર્ટે તેમને મળેલા જામીન પર સ્ટે મુક્યો છે. દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશમાં અનેક ખામીઓને ટાંકીને આમ આદમીના રાષ્ટ્રીય કન્વીનર વિરુદ્ધ EDની અરજી પર આ નિર્ણય આપ્યો છે. એટલે કે કે દારૂના કથિત કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાલ જેલમાં જ રહેવું પડશે.

Join Our WhatsApp Community

Delhi Liquor Scam :નીચલી કોર્ટે EDના દસ્તાવેજોને ધ્યાનમાં લીધા ન 

જસ્ટિસ સુધીર કુમાર જૈનની ખંડપીઠે રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણય પરનો સ્ટે જાળવી રાખ્યો છે. કેસની સુનાવણી શરૂ કરતી વખતે, કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટની વેકેશન બેન્ચે કેજરીવાલને જામીન આપતી વખતે તેના વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો ન હતો. હાઈકોર્ટે કહ્યું કે અમે બંને પક્ષોને સાંભળ્યા. પરંતુ નીચલી કોર્ટે EDના દસ્તાવેજોને ધ્યાનમાં લીધા ન હતા. નીચલી અદાલતે પીએમએલએની કલમ 45ની બેવડી આવશ્યકતાઓને ધ્યાનમાં લીધી ન હતી.

Delhi Liquor Scam :નીચલી કોર્ટ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ED વતી એડિશનલ સોલિસિટર જનરલ રાજુએ મુદ્દો ઉઠાવ્યો હતો કે નીચલી કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે આટલા દસ્તાવેજો વાંચવા શક્ય નથી. આવી ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય હતી અને દર્શાવે છે કે ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પર ધ્યાન આપ્યું નથી. હાઈકોર્ટે કહ્યું છે કે EDની દલીલો સાંભળવી જોઈતી હતી, જે વિશેષ કોર્ટે નથી કરી. હાઈકોર્ટે કહ્યું કે એવું લાગે છે કે પીએમએલએની કલમ 45 પર વિચાર કરવામાં આવ્યો નથી. આ નીચલી કોર્ટના આદેશમાં ખામી છે. 

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Speaker Election: લોકસભાના ઈતિહાસમાં પહેલીવાર સ્પીકર પદ માટે થશે ચૂંટણી, ઓમ બિરલા સામે આ સાંસદ મેદાનમાં…

મહત્વનું છે કે અગાઉ, જસ્ટિસ સુધીર કુમાર જૈનની વેકેશન બેન્ચે 21 જૂને ટ્રાયલ કોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકીને આદેશ અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી જામીનના આદેશનો અમલ કરવામાં આવશે નહીં. મંગળવારે ચુકાદો આપતી વખતે હાઈકોર્ટે જામીનના આદેશ પર સ્ટે મુક્યો હતો. હવે આ કેસની સુનાવણી નિયમિત બેન્ચ કરશે.

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Exit mobile version