News Continuous Bureau | Mumbai
DGCAએ સ્પાઈસજેટ (Spice Jet) એરલાઈનના (Airline) 90 પાઈલટને બોઈંગ 737 મેક્સ વિમાન ઉડાડવાની મનાઈ ફરમાવી દીધી છે.
આ પાઈલટોએ (Pilot) તે માટેની યોગ્ય તાલીમ ન લીધી હોવાનું કહેવાય છે. હવે આ પાઈલટોએ 737 મેક્સ સિમ્યુલેટર્સ(Max Simulators) પર તાલીમ લેવી આવશ્યક રહેશે.
આ તાલીમવિહોણા પાઈલટોએ અત્યાર સુધી બોઈંગ 737-મેક્સ વિમાન ઉડાડતા રહ્યા હતા.
આ ક્ષતિ જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવાનો ડીજીસીએ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સ્પાઈસજેટ પાસે 737 મેક્સ વિમાનનું સંચાલન કરી શકે એવા 650 તાલીમબદ્ધ પાઈલટો છે.
737 મેક્સ વિમાનોને સેવામાં ઉતારનાર સ્પાઈસજેટ ભારતમાં એકમાત્ર એરલાઈન છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે!! ભારતના આ શહેરમાં બની રહ્યું છે ફાર્મા સીટી. ચીનને આપશે ટક્કર. જાણો કઈ રીતે ભારત ચીનને પછાડશે અને આંતરરાષ્ટ્રીય ચિત્ર બદલશે.