News Continuous Bureau | Mumbai
Digital Bharat Nidhi : ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, 2023 (2023ના 44), ‘ટેલિકમ્યુનિકેશન્સ (એડમિનિસ્ટ્રેશન ઓફ ડિજિટલ ભારત નિધિ) રૂલ્સ, 2024’ હેઠળ નિયમોનો પ્રથમ સેટ ભારત સરકારના સંદેશાવ્યવહાર મંત્રાલય, ટેલિકોમ્યુનિકેશન વિભાગ ( Department of Telecommunications ) નંબર જી.એસ.આર. 530 (ઇ)માં ભારત સરકારના જાહેરનામા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે 20 ઓગસ્ટ, 2024ના રોજ ગેઝેટ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ માટેના ડ્રાફ્ટ નિયમો 30 દિવસના જાહેર પરામર્શ માટે 4 જુલાઈ, 2024ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, 1885 હેઠળ રચાયેલ યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડને હવે ટેલિકમ્યુનિકેશન્સ એક્ટ ( Telecommunications Act ) , 2024ની કલમ 24 (1) દ્વારા ડિજિટલ ભારત નિધિ નામ આપવામાં આવ્યું છે, અને હવે તે નવા ક્ષેત્રોને સંબોધિત કરે છે, જેને બદલાતા તકનીકી સમયમાં ડિજિટલ ભારત નિધિના સમર્થનની જરૂર પડી શકે છે.
કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ( Jyotiraditya Scindia ) X પરની એક ટિપ્પણીમાં આ નવા નિયમોને ટેલિકોમ સેવાઓની સમાન સુલભતા સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું અને તેના બદલામાં 2047માં વિકસિત ભારત બનવાના ભારતના મિશનને મજબૂત બનાવ્યું હતું.
આ નિયમોમાં વહીવટકર્તાની શક્તિઓ અને કાર્યોની જોગવાઈ કરવામાં આવી છે, જે ડિજિટલ ભારત નિધિના અમલીકરણ અને વહીવટની દેખરેખ માટે જવાબદાર રહેશે. નિયમોમાં ડિજિટલ ભારત નિધિ હેઠળ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટેના માપદંડ અને અમલીકરણકારો માટે પસંદગી પ્રક્રિયાની પણ જોગવાઈ છે.
આ નિયમોમાં નક્કી કરવામાં આવ્યું છે કે ડિજિટલ ભારત નિધિમાંથી ( Digital India Fund ) ભંડોળની ફાળવણી અન્ડરસર્વ્ડ અને અંતરિયાળ વિસ્તારોમાં ટેલિકમ્યુનિકેશન સેવાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશથી કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ અને સમાજના વંચિત જૂથો જેવા કે મહિલાઓ, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ અને આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગો માટે કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Nishad Kumar: પેરાલિમ્પિક્સ 2024માં નિષાદ કુમારે જીત્યો સિલ્વર મેડલ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
ડિજિટલ ભારત નિધિ હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવતી યોજનાઓ અને પ્રોજેક્ટ્સને નિયમોમાં નિર્ધારિત એક અથવા વધુ માપદંડને પૂર્ણ કરવાની જરૂર છે. આમાં મોબાઇલ અને બ્રોડબેન્ડ સેવાઓ અને ટેલિકમ્યુનિકેશન સેવાઓ અને ટેલિકમ્યુનિકેશન સેવાઓની ડિલિવરી માટે જરૂરી ટેલિકમ્યુનિકેશન ઉપકરણો સહિત ટેલિકમ્યુનિકેશન સેવાઓની જોગવાઈ માટેના પ્રોજેક્ટ્સ અને ટેલિકોમ સુરક્ષામાં વધારો કરવાનો સમાવેશ થાય છે; ટેલિકોમ સેવાઓની સુલભતા અને પરવડે તેવી ક્ષમતામાં સુધારો કરવો તથા વંચિત ગ્રામીણ, અંતરિયાળ અને શહેરી વિસ્તારોમાં આગામી પેઢીની ટેલિકમ્યુનિકેશન ટેકનોલોજીની રજૂઆત કરવાના પ્રોજેક્ટ્સ સામેલ છે.
Marching towards building a digitally connected Bharat and an #Atmanirbhar telecom sector.@DoT_India is proud to share that the first rules of The Telecom Act 2023, ‘Digital Bharat Nidhi’ are now in effect. This reflects our commitment to ensure equal access to telecom services… https://t.co/KXsEklrlrR
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) September 1, 2024
ડિજિટલ ભારત નિધિ હેઠળ યોજનાઓ અને પ્રોજેક્ટ હાથ ધરવા માટેના માપદંડોમાં નવીનતા, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન, સ્વદેશી ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન અને વ્યાપારીકરણ અને જરૂર જણાય ત્યાં નિયમનકારી સેન્ડબોક્સનું સર્જન કરવા સહિત સંબંધિત બૌદ્ધિક સંપદાને પ્રોત્સાહન આપવું, રાષ્ટ્રીય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રસ્તુત માપદંડો વિકસાવવા અને સ્થાપિત કરવા, ટેલિકોમ્યુનિકેશન્સ સેક્ટરમાં સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવું; ક્ષમતા નિર્માણ અને વિકાસ માટે શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ વચ્ચે સેતુનું નિર્માણ કરવું; અને દૂરસંચાર ક્ષેત્રમાં સ્થાયી અને હરિત ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું સામેલ છે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે.
એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ અમલકર્તા, જે ટેલિકમ્યુનિકેશન નેટવર્કની સ્થાપના, સંચાલન, જાળવણી અથવા વિસ્તરણ માટે ડિજિટલ ભારત નિધિ પાસેથી ભંડોળ મેળવે છે, તે આ પ્રકારની ટેલિકમ્યુનિકેશન નેટવર્ક / સેવાઓને ખુલ્લા અને બિન-ભેદભાવપૂર્ણ ધોરણે શેર કરશે અને ઉપલબ્ધ કરાવશે.
પાશ્વભાગ:
ટેલિકોમ્યુનિકેશન એક્ટ, 2023, ડિસેમ્બર 2023માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, 24 ડિસેમ્બર, 2023ના રોજ ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી અને તે જ દિવસે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. કલમ 1(3) મુજબ દૂરસંચાર વિભાગ દ્વારા તા.21-06-2024ના રોજ ગેઝેટ નોટીફીકેશન બહાર પાડી ટેલીકોમ્યુનિકેશન એક્ટની કલમ 1, 2,10થી 30૦, 42થી 44, 46, 47, 50થી 58, 61 અને 62 લાગુ કરવામાં આવી હતી. 26-06-2024ના રોજ વિભાગ દ્વારા પણ તા. 04-07-2024ના રોજ કાયદાની કલમ 6થી 8, 48 અને 59(બી)ને 05-07-2024નાં રોજ નોટિફાઇડ કર્યું હતું.
સમાવેશ (સમાવેશ), સુરક્ષા (સુરક્ષા), વૃદ્ધિ (વિકાસ) અને ત્વરિત (રિસ્પોન્સિવનેસ)ના સિદ્ધાંતોથી સંચાલિત આ કાયદાનો હેતુ વિકસિત ભારત (વિકસિત ભારત)નું વિઝન હાંસલ કરવાનો છે. ડિજિટલ ભારત નિધિ (ડીબીએન) સાથે સંબંધિત જોગવાઈઓ કાયદાની કલમ 24-26, પ્રકરણ પાંચમાં સામેલ છે
આ સમાચાર પણ વાંચો: Adajan: અડાજણ ખાતે ‘માટી મૂર્તિ પ્રદર્શન સહ વેચાણ મેળો – ૨૦૨૪’ને મુકાયો ખુલ્લો , આ તારીખ સુધી લઇ શકશો તેની મુલાકાત..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)