ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ઓગસ્ટ 2020
સુપ્રીમ કોર્ટે સોમવારે બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવ્યું હતું કે ઉત્તરમાં બોરીવલીથી લઈ દક્ષિણમાં આવેલા મરીન ડ્રાઈવ વિસ્તારને જોડવા માટે દરિયાકાંઠાના માર્ગના બાંધકામ માટે જરૂરી છે તેના કરતા વધુ દરિયાકિનારાનો ઉપયોગ કરી શકશે નહીં..
બી.એમ.સી. દ્વારા દરિયાકાંઠાના માર્ગ પ્રોજેક્ટ માટે ચાલુ નિર્માણના કામ પર રોક લગાવવાની અરજીની સુનાવણી કરતી સુપ્રીમ કોર્ટે આમ કહ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે "દરિયાકાંઠાના માર્ગ પ્રોજેક્ટ માટે જે જરૂરી છે તેના કરતા વધુ દરિયા પટ્ટીનો ઉપયોગ કરી શકશે નહીં.
ટોચની અદાલતે BMC ને જરૂરી એફિડેવિટ ફાઇલ કરવા જણાવ્યું છે, કે જે જમીન તે સંપાદન કરી રહી છે, તે વિસ્તારના નકશાની સાથે માત્ર રસ્તા માટે જરૂરી જમીન જ સંપાદન કરશે અને બે અઠવાડિયામાં તે અંગે બધી વિગતો કોર્ટને આપવી પડશે."
પર્યાવરણવિદોએ એમ કહીને આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો કે બીએમસી દ્વારા દરિયાકાંઠાના માર્ગ પ્રોજેક્ટ માટે ચાલી રહેલા પુન:નિર્માણના કામ માટે BMC એ જરૂર કરતાં વધુ દરિયાઈ પટ્ટી સંપાદન કરી પ્રકૃતિને અને પર્યાવરણ ને નુકસાન પહોંચાડી રહી છે. પ્રોજેક્ટનો વિરોધ કરનારા અરજદારોની રજૂઆત કરતા વકીલે કહ્યું હતું કે 22 કિ.મી.ના દરિયાકાંઠાની જમીનને અત્યાર સુધીમાં 75 હેક્ટર જમીન મેળવી લેવામાં આવી છે.
સોલિસીટર જનરલ તુષાર મહેતા અને સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ, મહારાષ્ટ્ર સરકાર અને તેના અધિકારીઓનો પક્ષ મુક્યો હતો અને કોર્ટ ને ખાતરી આપી હતી કે પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછી જરૂરી જમીનની જ ફાળવણી કરવામાં આવી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com