Site icon

Doda Terror Attack: જમ્મુમાં આતંકવાદીઓને ઠાર કરવા સેનાની કાર્યવાહી, આતંકીઓના સ્કેચ કર્યા જાહેર; આતંકીઓ માથે મૂક્યું અધધ આટલા લાખનું ઈનામ..

Doda Terror Attack: આ આતંકવાદીઓ ભદરવાહ, થાથરી અને ગંડોહના ઉપરના વિસ્તારોમાં ફરી રહ્યા છે અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ આતંકવાદીઓ સાથે જોડાયેલી માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું છે.

Doda Terror Attack Cops Release Sketches Of 4 Terrorists Involved In Attacks In Jammu's Doda

Doda Terror Attack Cops Release Sketches Of 4 Terrorists Involved In Attacks In Jammu's Doda

News Continuous Bureau | Mumbai

Doda Terror Attack: છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવવિધિઓમાં વધારો થયો છે. માત્ર 72 કલાકમાં ત્રણ અટકી હુમલા થયા છે. આ હુમલામાં ઘણા જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે હવે સુરક્ષાદળોએ કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. આ જ ક્રમમાં જમ્મુ અને કાશ્મીર પોલીસે ડોડા જિલ્લામાં બે હુમલામાં સામેલ ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ સાથે આતંકવાદીની માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

Doda Terror Attack: આતંકવાદીઓની હાજરી અને હિલચાલ વિશે માહિતી આપવા અપીલ 

મીડિયા રિપોર્ટ મુજબ પોલીસ પ્રવક્તાએ કહ્યું કે ‘જમ્મુ અને કાશ્મીર પોલીસે 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે, જેઓ ભદરવાહ, થાથરી, ગંડોહના ઉપરના વિસ્તારોમાં હાજર હોવાનું માનવામાં આવે છે અને આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓને અંજામ આપે છે. એટલું જ નહીં દરેક આતંકવાદી માટે લાખની જાહેરાત પણ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે લોકોને આ આતંકવાદીઓની હાજરી અને હિલચાલ વિશે માહિતી આપવા માટે અપીલ કરી છે.  જમ્મુ-કાશ્મીર પોલીસે આ આતંકવાદીઓ સાથે જોડાયેલી માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું છે. માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

આ સમાચાર  પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં મળી કારમી હાર, હવે અજિત પવાર આ નજીકના વ્યક્તિને રાજ્યસભામાં મોકલશે..

મહત્વનું છે કે મંગળવારે ભદરવાહના છત્તરગલ્લામાં આતંકવાદીઓએ 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર ગોળીબાર કર્યો હતો. બુધવારે જિલ્લાના ગંડોહ વિસ્તારમાં સર્ચ પાર્ટી પર હુમલો થયો હતો, જેમાં એક પોલીસકર્મી સહિત સાત સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.

રોહિંગ્યા પર CJI સૂર્યકાન્તની ટિપ્પણી પર સવાલો ઊઠતા ૪૪ નિવૃત્ત ન્યાયાધીશો આવ્યા સમર્થનમાં!
Ashes 2025-26: 1936-37 માં 0-2ની હારને ઑસ્ટ્રેલિયાએ 3-2થી પલટી! શું બેન સ્ટોક્સની ઇંગ્લેન્ડ 89 વર્ષ જૂનો ઇતિહાસ દોહરાવશે?
Vladimir Putin: યુરોપિયન દેશો પુતિનના ‘અખંડ રશિયા’ના પ્લાનથી ડર્યા, રશિયાએ તાત્કાલિક આપી પ્રતિક્રિયા!
Digital Census 2027: ૨૦૨૭ માં ભારતમાં પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી ડેટા મોબાઇલ એપથી એકત્ર થશે, બદલાશે જૂના કાગળ આધારિત નિયમો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Exit mobile version