EBP: કેબિનેટે EBP કાર્યક્રમ હેઠળ ખરીદી માટેની પ્રક્રિયા મંજૂરી આપી, 2024-25 માટે ઈથેનોલની કિંમતમાં સુધારો જોવા મળશે

EBP: કેબિનેટે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા ઇથેનોલની ખરીદી માટેની કાર્યપ્રણાલીને મંજૂરી આપી - ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) 2024-25 માટે જાહેર ક્ષેત્રની ઓએમસીને પુરવઠા માટે ઇથેનોલની કિંમતમાં સુધારો

by khushali ladva
EBP Cabinet approves process for procurement under EBP program

News Continuous Bureau | Mumbai

EBP: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ ભારત સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ અંતર્ગત 1 નવેમ્બર, 2024થી શરૂ કરીને 31 ઓક્ટોબર, 2025 સુધી ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) 2024-25 માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) માટે ઇથેનોલ ખરીદીની કિંમતમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તદનુસાર, ઇથેનોલ પુરવઠા વર્ષ 2024-25 (1 નવેમ્બર 2024થી 31 ઓક્ટોબર 2025) માટે સી હેવી મોલાસ (સીએચએમ)માંથી મેળવેલા ઇબીપી પ્રોગ્રામ માટે ઇથેનોલની એક્સ-મિલ કિંમત પ્રતિ લિટર રૂ. 56.58 થી રૂ. 57.97 નક્કી કરવામાં આવી છે.

આ મંજૂરીથી ઇથેનોલના સપ્લાયર્સ માટે કિંમતમાં સ્થિરતા અને વળતરદાયક કિંમતો પ્રદાન કરવાની સરકારની સતત નીતિ સુલભ થવાની સાથે સાથે ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં, વિદેશી હૂંડિયામણમાં બચત કરવામાં પણ મદદ મળશે અને પર્યાવરણને લાભ થશે. શેરડીના ખેડૂતોના હિતમાં, ભૂતકાળની જેમ, જીએસટી અને પરિવહન ખર્ચ અલગથી ચૂકવવાપાત્ર રહેશે. સીએચએમ ઇથેનોલની કિંમતોમાં 3 ટકાનો વધારો થવાથી સંવર્ધિત મિશ્રણ લક્ષ્યાંકને પહોંચી વળવા ઇથેનોલની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.

આ સમાચાર પણ વાંચો:  Import Reduction: આયાત પર નિર્ભરતા ઘટાવવાની યોજના, પ્રધાનમંત્રીએ ‘આ’ વર્ષ સુધી નેટ ઝીરો લક્ષ્ય માટે રાષ્ટ્રીય મિશન દિગ્દર્શિત કર્યું.

EBP: સરકાર ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ અમલમાં મૂકી રહી છે, જેમાં ઓએમસી 20 ટકા સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ કરે છે. આ કાર્યક્રમનો અમલ સમગ્ર દેશમાં વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે થઈ રહ્યો છે. આ હસ્તક્ષેપ ઊર્જા આવશ્યકતાઓ માટે આયાત પરાધીનતા ઘટાડવા અને કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે પણ પ્રયત્ન કરે છે. છેલ્લાં 10 વર્ષ દરમિયાન (31.12.2024 સુધી) જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ થવાને પરિણામે આશરે રૂ.1,13,007 કરોડથી વધારે વિદેશી હૂંડિયામણ અને કાચા તેલની અવેજીની અંદાજે રૂ.1,13,007 કરોડની બચત થઈ છે.

જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા ઇથેનોલનું મિશ્રણ ઇથેનોલ પુરવઠા વર્ષ 2013-4માં 38 કરોડ લિટરથી વધીને (ઇએસવાય – અત્યારે ઇથેનોલ પુરવઠાનાં સમયગાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે એક વર્ષનાં 1 નવેમ્બરથી આગામી વર્ષનાં 31 ઓક્ટોબર સુધીનાં ગાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે) વધીને ઇએસવાય 2023-24માં 14.60 ટકાનું સરેરાશ મિશ્રણ હાંસલ કરીને 707 કરોડ લિટર થયું છે.

સરકારે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલના મિશ્રણના લક્ષ્યાંકને અગાઉ વર્ષ 2030થી વધારીને ઇએસવાય 2025-6 કર્યો છે અને “ભારતમાં 2020-25માં ઇથેનોલના મિશ્રણ માટેની યોજના” જાહેર કરવામાં આવી છે. આ દિશામાં એક પગલા તરીકે, ઓએમસી ચાલુ ઇએસવાય 2024-25 દરમિયાન 18% મિશ્રણ પ્રાપ્ત કરવાની યોજના ધરાવે છે. તાજેતરના અન્ય સક્ષમકર્તાઓમાં ઇથેનોલ નિસ્યંદન ક્ષમતા વધારીને વાર્ષિક 1713 કરોડ લિટર કરવાનો સમાવેશ થાય છે. ઇથેનોલની અછત ધરાવતાં રાજ્યોમાં ડેડિકેટેડ ઇથેનોલ પ્લાન્ટ્સ (ડીઇપી)ની સ્થાપના કરવા લાંબા ગાળાનાં ઓફ ટેક એગ્રીમેન્ટ્સ (એલટીઓએ) સિંગલ ફીડ ડિસ્ટિલરીઓને મલ્ટિ ફીડમાં રૂપાંતરિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે; ઇ-100 અને ઇ-20 ઇંધણની ઉપલબ્ધતા; ફ્લેક્સી ફ્યુઅલ વ્હિકલ્સ વગેરેનું લોન્ચિંગ. આ તમામ પગલાઓ વ્યવસાય કરવામાં સરળતા અને ભારતના ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં પણ વધારો કરે છે.

આ સમાચાર પણ વાંચો: India Post: ટપાલ વિભાગમાં જીવન વીમા એજન્ટની નીકળી ભરતી, આ તારીખના થશે વોક ઇન ઈન્ટરવ્યૂ.

EBP: ઇબીપી કાર્યક્રમ હેઠળ સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી દૃશ્યતાને કારણે દેશભરમાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ ડિસ્ટિલરીઝ, સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ સુવિધાઓનાં નેટવર્ક સ્વરૂપે રોકાણ થયું છે, ઉપરાંત રોજગારીની તકો અને વિવિધ હિતધારકો વચ્ચે દેશમાં મૂલ્યની વહેંચણી પણ થઈ છે.  તમામ ડિસ્ટિલરીઓ આ યોજનાનો લાભ લઈ શકશે અને તેમાંથી મોટી સંખ્યામાં ઇબીપી પ્રોગ્રામ માટે ઇથેનોલનો પુરવઠો પૂરો પાડશે તેવી અપેક્ષા છે. તેનાથી ફોરેક્સ બચત, ક્રૂડ ઓઇલની અવેજી, પર્યાવરણને લગતા લાભો અને શેરડીનાં ખેડૂતોને વહેલાસર ચુકવણીમાં મદદ મળશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More