News Continuous Bureau | Mumbai
ECI : પારદર્શકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને લોકશાહી દેશો વચ્ચે ચૂંટણી ( Lok Sabha Election 2024 ) પદ્ધતિઓનાં ઉચ્ચ ધારાધોરણો પ્રત્યેની પોતાની કટિબદ્ધતાને પુનઃવ્યક્ત કરવાની ભારતીય ચૂંટણી પંચ ( ECI )ની પરંપરાને ધ્યાનમાં રાખીને 23 દેશોનું પ્રતિનિધિત્વ કરતાં 75 પ્રતિનિધિઓ આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતીઓ કાર્યક્રમ (આઇઇવીપી)નાં ભાગરૂપે ભારતીય સામાન્ય ચૂંટણીઓનાં સાક્ષી બનવા માટે ભારતમાં આવ્યાં છે. આ કાર્યક્રમનું ઉદઘાટન આજે નવી દિલ્હીમાં સીઈસી શ્રી રાજીવ કુમાર અને ઈસી શ્રી જ્ઞાનેશ કુમાર તથા શ્રી સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારે ( Rajiv Kumar ) પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણી ક્ષેત્રનું યોગદાન અને ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા કાર્યો, વૈશ્વિક લોકશાહી ક્ષેત્રમાં એક નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. પ્રક્રિયા અને ક્ષમતાના સંદર્ભમાં, જેને કાયદેસર રીતે ‘લોકશાહી સરપ્લસ’ કહી શકાય, જે વિશ્વભરમાં લોકશાહી જગ્યાઓના સંકોચન અથવા ઘટાડાની વધતી જતી ચિંતાઓમાં ઘણું જ મહત્વ ધરાવે છે.

ECI India’s General Election will witness the largest ever global delegation
શ્રી કુમારે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણીનું સ્થળ વિશિષ્ટ છે, કારણ કે ન તો ચૂંટણી નોંધણી ફરજિયાત છે કે ન તો મતદાન ફરજિયાત છે. એટલે ઇસીઆઈને સંપૂર્ણપણે પ્રેરક સ્થાન પર કામ કરવું જરૂરી છે, જેમાં નાગરિકોને મતદારયાદીનો હિસ્સો બનવા માટે સ્વૈચ્છિક રીતે આમંત્રણ આપવું અને ત્યારબાદ વ્યવસ્થિત મતદાર જાગૃતિ કાર્યક્રમ મારફતે તેમને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે “એવું કહેવું સ્વયંસિદ્ધ રહેશે કે અમે જે પ્રક્રિયાઓ હાથ ધરીએ છીએ તેની વિશ્વસનીયતા ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મતદાન અને મતદાર-જનસંખ્યા ગુણોત્તરના સંદર્ભમાં મતદાર યાદીની લગભગ સંતૃપ્તિ દ્વારા માન્ય કરવામાં આવે છે.”
ECI :દેશભરમાં ફેલાયેલા 10 લાખથી વધુ મતદાન મથકો પર 1.5 કરોડથી વધુ મતદાન કર્મચારીઓ દ્વારા 970 મિલિયન મજબૂત મતદાતાઓનું સ્વાગત કરવામાં આવશે
ભારતમાં ચૂંટણી કવાયતના વ્યાપ અંગે ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું કે, દેશભરમાં ફેલાયેલા 10 લાખથી વધુ મતદાન મથકો પર 1.5 કરોડથી વધુ મતદાન કર્મચારીઓ દ્વારા 970 મિલિયન મજબૂત મતદાતાઓનું સ્વાગત કરવામાં આવશે. શ્રી કુમારે વધુમાં કહ્યું કે, મતદાન મથકો પર મુલાકાતી પ્રતિનિધિઓ દ્વારા દેશના મતદાતાઓની વિવિધતાને સંપૂર્ણપણે વ્યક્ત કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત તહેવારોનો દેશ છે અને તેમણે પ્રતિનિધિઓને ( representatives ) લોકશાહીના ઉત્સવનો પ્રત્યક્ષ અનુભવ કરવા આમંત્રણ આપ્યું હતું.

ECI India’s General Election will witness the largest ever global delegation
આ કાર્યક્રમની સાથે સાથે પંચે તેમના પ્રતિનિધિમંડળ સાથે કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને નેપાળના મુખ્ય ચૂંટણી કમિશનરો સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી.
આ પહેલા, દિવસમાં પ્રતિનિધિઓને ભારતીય સામાન્ય ચૂંટણીઓ 2024ના વિવિધ પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં ઇવીએમ-વીવીપીએટ, આઇટી પહેલ, મીડિયાની ભૂમિકા અને સોશિયલ મીડિયાનો સમાવેશ થાય છે. વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર શ્રી ધર્મેન્દ્ર શર્માની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંક્ષિપ્ત સત્રમાં નાયબ ચૂંટણી કમિશનર શ્રી આર.કે.ગુપ્તાની ચૂંટણીઓની ઝાંખી અને ત્યારબાદ નાયબ ચૂંટણી કમિશનર શ્રી નિતેશ કુમાર દ્વારા ઇવીએમ-વીવીપીએટ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં સંયુક્ત નિદેશક (મીડિયા) શ્રી અનુજ ચાંડક દ્વારા ઇસીઆઈની આઈટી પહેલ પર સુશ્રી નીતા વર્મા, ડાયરેક્ટર જનરલ (આઈટી) અને મીડિયા તથા સોશિયલ મીડિયા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

ECI India’s General Election will witness the largest ever global delegation
આ પ્રતિનિધિઓ છ રાજ્યો – મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેવા જૂથોમાં વિભાજિત થઈ જશે અને વિવિધ મતક્ષેત્રોમાં ચૂંટણી અને તેને લગતી તૈયારીઓનું નિરીક્ષણ કરશે. આ કાર્યક્રમ 9 મે, 2024ના રોજ સમાપ્ત થશે. આ કાર્યક્રમ વિદેશી ઇએમબી પ્રતિનિધિઓને ભારતની ચૂંટણી પ્રણાલીની ઝીણવટભર માહિતીઓ તેમજ ભારતીય ચૂંટણીમાં ( Indian elections ) શ્રેષ્ઠ પદ્ધતિઓથી પરિચિત કરાવશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai News : Water Cut મુંબઈમાં અનેક ઠેકાણે પાણી કપાત. પમ્પિંગ સ્ટેશનમાં વીજળી ખોરવાતા મોટી સમસ્યા.
આ વર્ષે, હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીઓ 2024ના સ્કેલ અને કદને અનુરૂપ, વિવિધ ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (ઇએમબી)નું પ્રતિનિધિત્વ કરતું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ અને 23 દેશોના સંગઠનો જેવા કે ભૂતાન, મોંગોલિયા, ઓસ્ટ્રેલિયા, મડાગાસ્કર, ફિજી, કિર્ગિઝ રિપબ્લિક, રશિયા, મોલ્ડોવા, ટ્યુનિશિયા, સેશેલ્સ, કમ્બોડિયા, નેપાળ, ફિલિપાઇન્સ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, કઝાકિસ્તાન, જ્યોર્જિયા, ચિલી, ઉઝબેકિસ્તાન, માલદીવ્સ, પાપુઆ ન્યુ ગિની અને નામિબિયા આ આયોજનમાં ભાગ લઈ રહ્યાં છે. ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઇલેક્ટોરલ સિસ્ટમ્સ (આઇએફઇએસ)ના સભ્યો અને ભૂતાન અને ઇઝરાયલની મીડિયા ટીમો પણ ભાગ લઇ રહી છે.

ECI India’s General Election will witness the largest ever global delegation
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.