ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
12 જુન 2020
દેશના જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહા એ ગઈ કાલે ટ્વિટ કરી મધપૂડો છંછેડયો હતો. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે "ગુજરાત રાજ્ય ભલે આર્થિક રીતે સમૃદ્ધ હોય પરંતુ સાંસ્કૃતિક, સાહિત્ય અને કલ્ચર ની દ્રષ્ટીએ પશ્ચિમ બંગાળ ગુજરાત કરતા વધુ ચડિયાતું છે." જે માટે ગુહા એ પોતાના ટ્વિટમાં 1939 ના ફિલિપ્સ સ્પ્રાતના નિરીક્ષણને પણ ટાંક્યું હતું..
ગુજરાતનું નામ અને સંસ્કૃતિની વાત આવતાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઇતિહાસકાર રામચંદ્ર ગુહા ને તેમના જ શબ્દોમાં પ્રત્યુત્તર આપ્યો હતો, રૂપાણીએ ટ્વિટમાં કહ્યું કે "પોતાને ભદ્ર સમાજ ના બુદ્ધિજીવી ગણતા લોકો હજુ પણ અંગ્રેજોની માનસિક ગુલામીમાં જીવી રહ્યા છે" પરંતુ, ગુજરાત અને બંગાળ ભારતનું જ એક અંગ છે. અમે ગુજરાત અને બંગાળમાં ફેર કરીને જોતા નથી."
બીજી બાજુ જ્યારે આર્થિક અસમાનતા નું નામ આવતાં જ દેશના વિત્ત મંત્રી, નિર્મલા સીતારમણે ગુહાને જવાબ આપ્યો કે "તમારે ચિંતા કરવાની જરૂર નથી દેશનું અર્થતંત્ર સલામત હાથમાં છે….."