હેં! થાઇલૅન્ડથી ચેન્નઈમાં છુપાવી દેવામાં આવેલા હેલિકૉપ્ટરને આ દેશના આદેશથી EDએ કર્યું જપ્ત;જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑક્ટોબર, 2021    

શનિવાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લૉન્ડ્રિંગ કેસમાં ચેન્નઈમાંથી એક હેલિકૉપ્ટ જપ્ત કર્યું છે. આ હેલિકૉપ્ટર અમેરિકાની ભલામણ બાદ જપ્ત કરવામાં આવ્યું હોવાનું મનાય છે. 

મળેલી માહિતી  મુજબ ચેન્નઈથી એક BELL ૨૧૪ હેલિકૉપ્ટર જપ્ત કરવામાં આવ્યું છે. આ હેલિકૉપ્ટર હામીદ ઇબ્રાહિમ અને અબ્દુલ્લાના નામ પર છે, જેને AAR કૉર્પોરેશન કંપનીથી ઇમ્પૉર્ટ કરવામાં આવ્યું હતું. આ હેલિકૉપ્ટર થાઇલૅન્ડના રસ્તે ભારતમાંં દાખલ થયું હતું. પછી ચેન્નઈમાં એક ગોદામમાં રાખવામાં આવ્યું હતું. મની લૉન્ડરિંગ ઍક્ટ અંતર્ગત હેલિકૉપ્ટરના અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. આ કાર્યવાહી અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગના કહેવા પર કરવામાં આવી હોવાનું કહેવાય છે. એ પહેલાં જ EDએ જ્યાં હેલિકૉપ્ટર રાખવામાંં આવ્યું હતું ત્યાં પણ છાપા માર્યા હતા.

JNUમાં ફરી એક વાર દેશવિરોધી કાર્યક્રમ; આવા ઉશ્કેરણીજનક વેબિનારને તત્કાળ રદ કરાયો; જાણો વિગત

અમેરિકાના કહેવા મુજબ જે દેશો પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે એ દેશોમાં આ હેલિકૉપ્ટરનો અવરજવર કરવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આરોપીઓએ આ હેલિકૉપ્ટરને થાઇલૅન્ડના માર્ગે લાવીને એને ચેન્નઈમાં છુપાવી દીધું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More