Site icon

Elvish Yadav ED : ઇડીએ એલ્વિશ યાદવ અને ફાઝિલપુરિયા સામે કડક કાર્યવાહી કરી, આ કેસમાં જપ્ત કરી સંપત્તિ..

Elvish Yadav ED : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ અને પંજાબી ગાયક રાહુલ યાદવ ઉર્ફે ફાઝિલપુરિયા સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાની સંપત્તિ જપ્ત કરી છે.

Elvish Yadav ED ED takes action against YouTuber Elvish Yadav, singer Fazilpuria in money laundering case, seizes properties

Elvish Yadav ED ED takes action against YouTuber Elvish Yadav, singer Fazilpuria in money laundering case, seizes properties

 News Continuous Bureau | Mumbai

Elvish Yadav ED : કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ યુટ્યુબર એલ્વિશ યાદવ અને ગાયક રાહુલ યાદવ ઉર્ફે ફાઝિલપુરિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તેમની કરોડો રૂપિયાની સંપત્તિ અને બેંક ખાતાઓ જપ્ત કર્યા છે. 

Join Our WhatsApp Community

તપાસ એજન્સીની આ કાર્યવાહી હેઠળ અટેચ કરવામાં આવેલી મિલકતોની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. આ ઉપરાંત કેટલાક બેંક ખાતા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ પ્રોપર્ટી મુખ્યત્વે યુપી અને હરિયાણામાં આવેલી છે, જેમાં બંને સેલિબ્રિટીનો હિસ્સો હોવાનું જાણવા મળ્યું છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે અને આગામી સમયમાં વધુ ખુલાસા થઈ શકે છે.

Elvish Yadav ED : બંને સેલિબ્રિટીઓની વિગતવાર કરી હતી પૂછપરછ 

મહત્વનું છે કે ઇડીએ અગાઉ બંને સેલિબ્રિટીઓની વિગતવાર પૂછપરછ કરી હતી. તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને મામલાની તપાસ કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ લાંબી તપાસ બાદ આ કાર્યવાહી કરી, જેના કારણે તેની સામે મની લોન્ડરિંગનો મામલો વધુ મજબૂત બન્યો છે.

આ સમાચાર પણ વાંચો : Elvish yadav and lovekesh kataria: એલ્વિસ યાદવ અને લવકેશ કટારીયા ના વિડીયો એ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, બેડરૂમ માં એકસાથે આવું કામ કરતા મળ્યા જોવા

Elvish Yadav ED : એલ્વિશ યાદવની અગાઉ થઈ ચૂકી છે ધરપક્ડ 

આ કેસના મૂળ નોઈડા પોલીસની કાર્યવાહી સાથે જોડાયેલા છે, જ્યારે એલ્વિશ યાદવની સાપના ઝેરના વેચાણ અને ખરીદીના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ પછી, EDએ આ સમગ્ર એપિસોડને મની લોન્ડરિંગના સંદર્ભમાં નોંધ્યો અને તેની તપાસ શરૂ કરી. આરોપ છે કે આ ઝેરના વેપારમાંથી ઉભી થયેલી રકમ ગેરકાયદેસર રીતે અન્ય માધ્યમોમાં રોકાણ કરવામાં આવી હતી, જેના આધારે EDએ કાર્યવાહી કરી હતી.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version