Site icon

Farmer Protest: ખેડૂતોના આંદોલન વચ્ચે હરિયાણા સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે 14 પાક પર આપશે MSP.. જુઓ વિડીયો..

Farmer Protest: હરિયાણા સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી મનોહર લાલે આજે વિધાનસભામાં વર્ષ 2024-24નું બજેટ રજૂ કર્યું છે. જાણો શું છે આ જાહેરાત..

Farmer Protest Amid farmers' agitation, Haryana government's gift to farmers, MSP will give on 14 crops

Farmer Protest Amid farmers' agitation, Haryana government's gift to farmers, MSP will give on 14 crops

News Continuous Bureau | Mumbai 

Farmer Protest: ખેડૂતોના આંદોલન વચ્ચે હરિયાણાની મનોહર લાલ ખટ્ટર ( Manohar Lal Khattar ) સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. શુક્રવારે બજેટ રજૂ કરતી વખતે ખટ્ટર સરકારે ખેડૂતોની લોન પરનું વ્યાજ માફ કરવાની જાહેરાત કરી હતી. બજેટમાં  ( Budget )   કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે મે સુધી ખેડૂતોની લોન પરનું વ્યાજ માફ કરવામાં આવશે. ઉપરાંત, જો તેમની લોન પર કોઈ દંડ લાદવામાં આવ્યો હોય, તો તે પણ માફ કરવામાં આવશે. લોન પર વ્યાજ માફી સપ્ટેમ્બર 2023 સુધી લેવામાં આવેલી લોન પર રહેશે.

Join Our WhatsApp Community

આ સિવાય મનોહર લાલ ખટ્ટરે વિધાનસભામાં બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર MSP પર 14 પાક ખરીદશે. તેમણે કહ્યું કે અમે એક પોર્ટલ પણ શરૂ કર્યું છે અને રાજ્યમાં જો કોઈ ખેડૂતનો ( Farmers ) પાક નાશ પામે છે તો આ સ્થિતિમાં તે ઓનલાઈન અરજી કરી શકે છે. મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે અત્યાર સુધી અમે ખેડૂતોને મદદ તરીકે 297 કરોડ રૂપિયાની રકમ આપી છે.

 વિધાનસભા ચૂંટણી પહેલા ખટ્ટર સરકારનો માસ્ટરસ્ટ્રોક

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના આંદોલન દરમિયાન ખેડૂતો માત્ર MSP પર જ પાક ખરીદવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, વિધાનસભા ચૂંટણી પહેલા MSP પર 14 પાક ખરીદવા અને ખેડૂતોની લોન ( Farmers Loan ) પર વ્યાજ ( interest ) માફીની જાહેરાત ખટ્ટર સરકારનો માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi: રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટનો મોટો ફટકો, રદ કરવાની અરજી ફગાવી, હવે ટ્રાયલ ચાલશે..

એક અહેવાલ મુંજબ, ખટ્ટર સરકાર પણ છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોના આંદોલન પર નરમાશથી વર્તી રહી છે. જેમાં અગાઉ સમાચાર આવ્યા હતા કે ખેડૂતોના આંદોલન દરમિયાન હિંસા કરનારાઓ સામે NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અંબાલા પ્રશાસને આ અંગે કહ્યું હતું કેૃ, અમે આવી કાર્યવાહી નહીં કરીએ. તેમજ ખેડૂતો સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. પરંતુ અમે તેમને અપીલ કરીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં ન લે.

એક રિપોર્ટ મુજબ, ખેડૂતોના આંદોલનમાં અત્યાર સુધીમાં હરિયાણામાં કુલ 3 પોલીસકર્મીઓના મોત થયા છે. ખેડૂતોના આંદોલન દરમિયાન 30 પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા છે. જ્યારે એકને બ્રેઈન હેમરેજ થયું છે. હરિયાણા પોલીસે એમ પણ કહ્યું છે કે શંભુ બોર્ડર પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને ખેડૂતો તેને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સરકારી અને ખાનગી સંપત્તિને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. પોલીસનો આરોપ છે કે ખેડૂત આગેવાનો સમગ્ર ઘટનામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Exit mobile version