ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર, 2021
શનિવાર.
લખીમપુરમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસામાં ખેડૂતો સહિત આઠના મોત થયા બાદ ખેડૂત સંગઠનોએ સરકાર સામેના આંદોલનને વધારે ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે.
આ ક્રમ માં આગામી દિવસોમાં સંખ્યાબંધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે.
શરૂઆતમાં 12 ઓક્ટોબરે લખીમપુરમાં માર્યા ગયેલા ખેડૂતોની અંતિમ અરદાસ કરવામાં આવશે. ત્યારબાદ લખીમપુરથી યુપીના દરેક શહેર અને ભારતના દરેક રાજ્યમાં મૃત કિસાનોના અસ્થિ કળશ યાત્રાનુ આયોજન કરવામાં આવશે.
15 ઓગસ્ટે દશેરાના દિવસે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પૂતળાનુ દહન કરવામાં આવશે.
18 ઓક્ટોબરે રેલ રોકો આંદોલન થશે અને 26 ઓક્ટોબરે લખનૌમાં એક મહાપંચાયતનુ આયોજન કરવામાં આવ્યુ છે.
દરમિયાન ખેડૂતોએ લખીમપુર હિંસાના આરોપી આશિષ મિશ્રાની ધરપકડ ના થાય તો ઉગ્ર દેખાવો કરવાની ચીમકી આપી છે.
ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ સિંહ અન્ય એક આરોપમાં ગુનેગાર સાબિત થયો; જાણો વિગત