ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓગસ્ટ 2021
શનિવાર
એક કહેવત છે 'નામ મેં કયા રખ્ખા હૈ?' પરંતુ એવા કેટલાય લોકો છે જેમની માટે નામ અને તેમની અટક એ ગર્વનો તેમજ ચિંતાનો વિષય છે. આ પરિસ્થિતિમાં દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એક કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે કોઈપણ પિતા અટક સંદર્ભે દીકરા અને દીકરી પર દબાણ કરી શકે નહીં. તેમજ બાળક નક્કી કરી શકે છે કે તેણે કઈ અટક અપનાવી છે.
મહારાષ્ટ્રના આ સુપ્રસિદ્ધ મંદિર માં કોરોના ના નિયમોનું પાલન ન થતા મંદિર સીલ.
વાત એમ છે કે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં એક પિતાએ અરજી દાખલ કરી હતી કે તેની પુત્રી માતા ની અટક વાપરી રહી છે અને આવું કરતા તેને રોકવી જોઈએ. આ સંદર્ભે દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો અને સ્પષ્ટ કરી દીધું કે કોઈપણ પિતા દીકરા અને દીકરી ની અટક સંદર્ભે તેના પર દબાણ લાવી શકે નહીં. આ ઉપરાંત બાળક ઉપર નિર્ભર કરે છે કે તેણે કઈ અટક અપનાવવી છે.