ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર.
ભારત વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. જોકે તાજેતરમા ચોંકાવનારી વિગત બહાર આવી છે. ભારતનો કુલ પ્રજનન દર (TFR) ઘટીને બે ટકા પર આવી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સર્વેક્ષણ મુજબ પ્રતિ મહિલા બાળકોની સરેરાશ સંખ્યા રાષ્ટ્રીય સ્તર પર 2.2થી ઘટીને 2 થઈ ગઈ છે. તો ચંડીગઢમાં 1.4 થઈ ગયો છે. જયારે ઉત્તર પ્રદેશમાં 2.4 ટકા સુધી પહોંચી ગયો છે.
તાજેતરમા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સેક્રેટરી રાજેશ ભૂષણે ભારત અને 14 રાજય અ કેન્દ્ર શાસિત પ્રદેશમા જનસંખ્યા, પ્રજનન અને બાલ સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ, પોષણ વગેરેને ડેટા જાહેર કર્યા હતા.
સર્વેક્ષણમાં જણાઈ આવ્યું કે સમગ્ર ગર્ભનિરોધકપ્રસાર દર અખિલ ભારતીય સ્તર પર અને પંજાબને છોડીને લગભગ દરેક ચરણમાં 2 રાજયો-કેન્દ્ર શાસિત પ્રદેશમા 54 ટકાથી વધીને 67 ટકા થઈ ગયું છે. લગભગ તમામ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગર્ભ નિરોધકના આધુનિક બાબતનો ઉપયોગ વધ્યો છે.
સમુદ્રમાં વધશે ભારતીય નેવીની તાકાત, કાફલામાં સામેલ થઈ આ ઘાતક સબમરીન; જાણો વિગતે
સર્વેક્ષણ મુજબ 12.13 મહિનાની ઉમરના બાળકોમા જુદા જુદા રોગથી બચવા મટે પૂર્ણ રૂપે વેક્સિનેશનનું પ્રમાણ 62 ટકાથી 76 ટકા થઈ ગયું છે. 14 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 11 રાજયોમાં 12થી 23 મહિનાની ઉમરના ત્રણ-ચર્તુંશથી વધુ બાળકોનું પૂર્ણ રીતે વેક્સિનેશન થઈ ગયું છે. તો ઓડિસામાં 90 ટકા જેટલું ઊંચું છે.