સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે આટલા જજે લીધા શપથ, આ ત્રણ મહિલા જજનો પણ સમાવેશ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ઑગસ્ટ, 2021

મંગળવાર 

સુપ્રીમ કોર્ટમાં આજે નવ પદ અને ગોપનીયતાના શપથ લીધા છે, જે આ પહેલા ક્યારેય બન્યું નથી. 

સુપ્રીમ કોર્ટમાં આ અગાઉ પૂર્વે ક્યારેય નવ જજોએ એક સાથે શપથ લીધા નથી. 

આ નવનિયુકત નવ જજીસમાં ત્રણ મહિલા જજનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એનવી રમનાએ આ તમામ નવ જજીસને શપથ અપાવ્યા છે. 

આ સાથે હવે સુપ્રીમ કોર્ટમા કુલ જજીસની સંખ્યા ૩૩એ પહોંચી ગઈ છે. મહિલા જજીસમાં જસ્ટીસ હિમા કોહલી,જસ્ટીસ બી વી નાગરત્ના અને જસ્ટીસ બેલા ત્રિવેદીનો સમાવેશ થાય છે. 

જસ્ટીસ બી વી નાગરત્ના ર૦ર૭માં દેશના પહેલા મહિલા ચીફ જસ્ટીસ બનવાની કતારમાં છે પણ તેમનો કાર્યકાળ એકદમ ટૂંકો હશે.

આ કાર્યક્રમ સુપ્રીમ કોર્ટના નવા ઓડિટોરિયમમાં પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશન નજીકના વધારાના બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં યોજાયો હતો. 

સામાન્ય રીતે સીજેઆઈના કોર્ટ રૂમમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવાના ભાગરૂપે નવા ઓડિટોરિયમમાં શપથ લેવડાવવામાં આવ્યા.

ટોક્યો પેરાલિમ્પિક: ભારતના સિંધરાજ અધનાને એર પિસ્ટોલમાં જીત્યો આ મેડલ, આ સાથે 8મો મેડલ મળ્યો

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *