ભારતીય રાજકારણીઓ માટે સૌ પ્રથમ સબસે બડા રુપૈયા.. જનતાની સેવા બાદમાં.. જાણો તેઓની કમાણી વધવાનું કારણ શું છે??

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
29 ઓક્ટોબર 2020
ભારતમાં રાજનીતિક રોકાણ સૌથી શાનદાર ગણાય છે. ભારતમાં હવે રાજનીતિના બે પાસા છે. વ્યક્તિ પૈસાદાર હોય તો સરળતાથી નેતા બની શકે છે અને પૈસાદાર ન હોય તો નેતા બન્યા બાદ સરળતાથી પૈસા કમાઈ શકે છે. રાજનીતિમાં નેતાઓની સંપતિ દિવસે બે ગણી તો રાત્રે ચાર ગણી વધે છે. નેતાઓની સંપત્તિમાં વધારો થાય તો પણ કોઈ પુછપરછ  થી કરતું કે આ સંપત્તિ કેવી રીતે વધી??

જોકે કોઈ સામાન્ય વ્યક્તિની સંપત્તિમાં ઝડપથી વધારો થઈ જાય તો ઇનકમ ટેક્સ વિભાગ તેને તરજ નોટિસ મોકલીને જવાબ માગે. જવાબ ન આપવા પર કાર્યવાહી પણ કરે છે, પરંતુ નેતાઓની સાથે આવું નથી થતું, કારણ કે આપણા દેશમાં સામાન્ય વ્યક્તિ અને નેતા બન્ને માટે કાયદા અલગ અલગ છે અને તેનું એક મોટું કારણ છે ભ્રષ્ટાચાર પણ છે. માટે અમેરિકા, ઇંગ્લેન્ડ અને ભારતના ભ્રષ્ટાચારમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. કરપ્શન ઇન્ડેક્સમાં 198 દેશમાં ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ પ્રથમ સ્થાને છે, ત્યારબાદ ફિનલેન્ડ, સિંગાપોર, સ્વીડન અને સ્વિટ્ઝર્લન્ડ પ્રથમ દસમાં સ્થાને છે અને ભારત 80માં નંબર પર છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *