Lok Sabha Election 2024: દેશમાં પહેલીવાર એક વોટ પાછળ 30 પૈસા ખર્ચાયાતા.. જાણો હવે લોકસભા ચૂંટણીમાં કેટલા પૈસા ખર્ચવામાં આવે છે..

Lok Sabha Election 2024: પહેલા બેલેટ પેપરથી મતદાન થતું હતું, હવે ઈવીએમ દ્વારા મતદાન થઈ રહ્યું છે. ટેક્નોલોજીના વિકાસને કારણે મતદાનની પદ્ધતિઓ બદલાઈ છે. 2004થી દરેક લોકસભા ચૂંટણી ઈવીએમ દ્વારા કરાવવામાં આવી રહી છે. આજના સમયમાં ચૂંટણી પંચને નિષ્પક્ષ અને સુચારુ રીતે ચૂંટણી કરાવવી મોંઘી પડી ગઈ છે. કારણ કે ઈવીએમની ખરીદી અને જાળવણીમાં મોટું ફંડ રોકાય જાય છે.

by Bipin Mewada
For the first time in the country, 30 paisa was spent on one vote.. Know now how much money is spent in the Lok Sabha elections..

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election 2024: દેશમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. સર્વ પાર્ટીઓ ચૂંટણીની જોરદાર તૈયારીઓમાં લાગી ગઈ હતી. દરેક પાર્ટી મતદાતાને ( voter ) આકર્ષવા માટે કઈ કઈ નિવેદનો વચનો આપી જ રહ્યા છે. તેમજ આમાં ઘણા સ્ટાર કલાકારોની પણ મદદ લેવામાં આવે છે. 

હકીકતમાં, આ એક સામાન્ય માન્યતા છે કે ચૂંટણીમાં પૈસા પાણીની જેમ ખર્ચવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં દરેક મતનો હિસાબ હોય છે. એક વોટ માટે કેટલો ખર્ચ થાય છે? દરેક વસ્તુનો હિસાબ રખાયો હોય છે. આ આજની વાત નથી, જ્યારથી ચૂંટણી વ્યવસ્થા શરૂ થઈ છે, આઝાદીથી લઈને અત્યાર સુધીનો તમામ વોટનો ( Voting ) હિસાબ મળે છે. જો કે સમયની સાથે ચૂંટણીના ખર્ચ ( Election expenses ) અને પદ્ધતિઓ પણ બદલાય છે.

પહેલા બેલેટ પેપરથી મતદાન થતું હતું, હવે ઈવીએમ દ્વારા મતદાન થઈ રહ્યું છે. ટેક્નોલોજીના વિકાસને કારણે મતદાનની પદ્ધતિઓ બદલાઈ છે. 2004થી દરેક લોકસભા ચૂંટણી ઈવીએમ ( EVM ) દ્વારા કરાવવામાં આવી રહી છે. આજના સમયમાં ચૂંટણી પંચને નિષ્પક્ષ અને સુચારુ રીતે ચૂંટણી કરાવવી મોંઘી પડી ગઈ છે. કારણ કે ઈવીએમની ખરીદી અને જાળવણીમાં મોટું ફંડ રોકાય જાય છે.

 આઝાદી પછી પ્રથમ સામાન્ય ચૂંટણી 1951માં યોજાઈ હતી…

જો ચૂંટણી ખર્ચની વાત કરીએ તો તે ફુગાવાના સૂચકાંકના આધારે નક્કી કરવામાં આવે છે. ખર્ચ મર્યાદા વર્ષોથી સેવાઓ અને માલસામાનના ભાવમાં થયેલા વધારાના આધારે નક્કી કરવામાં આવે છે. વર્ષ 1951માં આઝાદી પછી દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં લગભગ 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ અનુસાર, 1951માં કુલ 17.32 કરોડ મતદારો હતા, જે વર્ષ 2019માં વધીને 91.2 કરોડ થઈ ગયા હતાં. પંચના મતે 2024ની ચૂંટણીમાં 98 કરોડ મતદાતાઓ પોતાના મતનો ઉપયોગ કરશે.

મોદી સરકાર 2014માં પહેલીવાર સત્તામાં આવી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ ચૂંટણી કરાવવામાં અંદાજે 3870 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અગાઉ 2009ની લોકસભા ચૂંટણીમાં 1114.4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 2009ની સરખામણીમાં 2014માં ચૂંટણી ખર્ચ લગભગ ત્રણ ગણો વધ્યો હતો. જ્યારે છેલ્લી ચૂંટણીમાં એટલે કે 2019માં ચૂંટણી ખર્ચ લગભગ 6600 કરોડ રૂપિયા હતો.

આ સમાચાર પણ વાંચો :  Hurun Report: મુંબઈ પ્રથમ વખત એશિયાની અબજોપતિની રાજધાની બની, 92 અબજોપતિ આપીને બેઈજિંગને પાછળ છોડી દીધું..

આઝાદી પછી પ્રથમ સામાન્ય ચૂંટણી 1951માં યોજાઈ હતી, જેમાં ચૂંટણી પાછળ 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વખતે 18મી લોકસભા માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં લગભગ 98 કરોડ મતદારો ભાગ લેશે. મતદારોની સંખ્યાની દૃષ્ટિએ આ વિશ્વની સૌથી મોટી ચૂંટણી બનવા જઈ રહી છે. હવે જો આપણે એક વોટ માટેના ખર્ચની ગણતરી કરીએ તો ખબર પડે છે કે 1951માં જ્યારે દેશમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીઓ થઈ ત્યારે લગભગ 17 કરોડ મતદારોએ ભાગ લીધો હતો. તે સમયે દરેક મતદાર પર 60 પૈસાનો ખર્ચ થયો હતો. તેથી એ ચૂંટણીમાં કુલ રૂ.10.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

 શું ખરેખર ચૂંટણી વખતે પૈસા પાણીની જેમ ખર્ચાય છે?..

તે જ સમયે, 2019ની લોકસભા ચૂંટણીમાં લગભગ 6600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કુલ મતદારોની સંખ્યા લગભગ 91.2 કરોડ હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં આ ખર્ચ વધીને 72 રૂપિયા પ્રતિ મતદાર થયો હતો. 2014ની ચૂંટણીમાં મતદાર દીઠ 46 રૂપિયાનો ખર્ચ થયો હતો. અગાઉ, 2009ની લોકસભા ચૂંટણીમાં, મતદાર દીઠ ખર્ચ 17 રૂપિયા હતો, અને 2004ની ચૂંટણીમાં, ખર્ચ પ્રતિ મતદાર દીઠ 12 રૂપિયા હતો. દેશમાં સૌથી ઓછી ખર્ચાળ લોકસભા ચૂંટણી 1957માં યોજાઈ હતી, જ્યારે ચૂંટણી પંચે માત્ર 5.9 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, એટલે કે દરેક મતદાર માટે ચૂંટણી ખર્ચ માત્ર 30 પૈસા હતો.

છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન મની પાવરનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે ચૂંટણી પંચે પણ પોતાની પકડ મજબૂત કરી છે. તેમજ EVM અને VVPAT દ્વારા મતદાન કરવાથી ચૂંટણીમાં પારદર્શિતા આવી છે.

સવાલ એ થાય છે કે શું ખરેખર ચૂંટણી વખતે પૈસા પાણીની જેમ ખર્ચાય છે? જવાબ છે ના… ચૂંટણી પંચ નક્કી કરે છે કે ઉમેદવાર કેટલી મહત્તમ રકમ ખર્ચી શકે છે. જેમાં દરેક પ્રકારના ખર્ચ માટે રકમ નક્કી કરવામાં આવી છે, અને કિંમતો પણ નક્કી કરવામાં આવી છે. ચૂંટણી લડતા દરેક ઉમેદવારે જાહેર સભાઓ, રેલીઓ, જાહેરાતો, પોસ્ટરો, બેનરો, વાહનો, ચા, બિસ્કીટ, સમોસા અને ફુગ્ગાનો ખર્ચ કરવાનો હોય છે. જેમાં ઉમેદવારોએ દરેક ખર્ચનો હિસાબ આપવો પડે છે.

એક રિપોર્ટ અનુસાર, એક કપ ચાની કિંમત 8 રૂપિયા અને એક સમોસાની કિંમત 10 રૂપિયા નક્કી કરવામાં આવે છે. બિસ્કીટની કિંમત 150 રૂપિયા પ્રતિ કિલો, બ્રેડ પકોડા 10 રૂપિયા પ્રતિ કિલો, સેન્ડવીચ 15 રૂપિયા પ્રતિ કિલો અને જલેબીની કિંમત 140 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવી છે. પ્રખ્યાત ગાયકની ફી 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે અથવા તેમને કરાયેલ ચુકવણીનું વાસ્તવિક બિલ સબમિટ કરવું પડે છે. ગ્રામીણ વિસ્તારમાં આવેલી ઓફિસ માટે ઉમેદવાર દર મહિને રૂ. 5000 ખર્ચી શકે છે. જ્યારે શહેરમાં આ રકમ 10,000 રૂપિયા નક્કી કરશે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Weather: આગામી બે દિવસમાં રાજ્યમાં તાપમાન 40ને પાર કરશે, મરાઠાવાડમાં વરસાદની રહેશે શક્યતાઃ હવામાન વિભાગની આગાહી..

 દેશમાં સામાન્ય ચૂંટણીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે..

વાત કરીએ આ સંપૂર્ણ ખર્ચાની તો દેશમાં સામાન્ય ચૂંટણીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. જેમાં ચૂંટણી પંચના વહીવટી કામથી માંડીને ચૂંટણીમાં સુરક્ષા, મતદાન મથક બનાવવા, ઈવીએમ મશીન ખરીદવા, મતદારોને જાગૃત કરવા અને મતદાર ઓળખ કાર્ડ બનાવવા સહિતના ખર્ચનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના મતે ઈવીએમ ખરીદવાનો ખર્ચ પણ વર્ષ-દર વર્ષે વધ્યો છે. 2019-20ના બજેટમાં EVMની ખરીદી અને જાળવણી માટે 25 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જ્યારે 2023-24ના બજેટમાં આ રકમ વધીને 1891.8 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાના બજેટ 2024માં ચૂંટણી ખર્ચ માટે 2442.85 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જેમાં લોકસભા ચૂંટણીમાં 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ઈવીએમ માટે અંદાજપત્રીય ફાળવણી રૂ. 34.84 કરોડ રહેશે. વર્ષ 2014માં ચૂંટણી પંચે 3.82 લાખ બેલેટ પેપર અને 2.5 લાખ મશીન ખરીદ્યા હતા. જેમાં ઈવીએમનું આયુષ્ય લગભગ 15 વર્ષ હોય છે.

તેમજ લોકસભા ચૂંટણી દરમિયાન જો કોઈ નેતાને 50 હજાર રૂપિયાથી વધુ રોકડ મળી હોય તો તેનો સોર્સ અને હેતુ જણાવવો પડશે. જો સ્ત્રોત અથવા હેતુ જાહેર કરવામાં ન આવે તો, તો આ રકમ જપ્ત કરી શકાય છે. આટલું જ નહીં, ચૂંટણી દરમિયાન જો કોઈ વ્યક્તિ 10 લાખ રૂપિયા કે તેથી વધુ રકમ મેળવે છે તો તેની તરત જ આવકવેરા વિભાગને જાણ કરવામાં આવે છે. 10,000 રૂપિયાથી વધુની કિંમતના પોસ્ટર, ચૂંટણી સામગ્રી, ડ્રગ્સ, શરાબ, શસ્ત્રો અથવા ભેટો મળી આવે છે, જેનો ઉપયોગ લાલચ માટે થઈ શકે છે. આ તમામ મુદ્દામાલ પણ જપ્ત કરી શકાય છે. અત્યાર સુધી જો 2 લાખ રૂપિયા સુધીની રકમ લઈ જવામાં આવે તો તેનું પ્રમાણપત્ર, બેંક રેકોર્ડ અથવા રૂપિયાના વ્યવહારની વિગતો સાથે રાખવી પડતી હતી, પરંતુ હવે આ રકમનો વ્યાપ વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More