News Continuous Bureau | Mumbai
વર્લ્ડ હેરિટેજ ડે(World Heritage Day) પર ભારત સરકાર(indian Govt) દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઐતિહાસિક સ્મારક(Historical monument) અને પુરાતત્વ સ્થળ પર હવે (Dussehra)દશેરા, હોળી(Holi), મહિલા દિવસ(Women's day, મકર સંક્રાતિ(Makar sankranti) સહિત 21 ખાસ અવસરો પર ટિકિટ(Ticket) નહીં ખરીદવી પડે.
એટલે કે તમે અહીં ફ્રીમાં મુલાકાત લઈ શકશો.
કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને ખાસ કરીને યુવાનોને ભારતીય ઐતિહાસિક વારસા સાથે જોડવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે.
સરકારે 31 માર્ચ, 2023 સુધી આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે 21 વાર તહેવારો પર ટિકિટ ન લેવાનો આદેશ જારી કર્યો છે. તેની માહિતી તમામ રાજ્યો(states) અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને(Archaeological Survey of India) મોકલી દેવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : PM મોદીના આમંત્રણ પર આવતીકાલે ભારત આવી રહ્યાં છે આ દેશના પ્રધાનમંત્રી, થઇ શકે છે મહત્વના કરાર…