ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 જુલાઈ 2020
દુનિયાભરમાં કોરોના ફેલાવનાર ચાઇનાને દરેક ક્ષેત્રે માત મળી રહી છે. અત્યાર સુધી ભારત ફાર્માસ્યુટિકલ નો 80% કાચોમાલ ચીનથી અને વિશ્વથી આયાત કરતું હતું.. પરંતુ, હવે એક બાજુ આયાત બંધ, બીજી બાજુ આત્મનિર્ભર ભારત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ત્રીજી બાજુ ચીની વસ્તુઓનો બહિષ્કાર પણ થઈ રહ્યો છે.. આ તમામ પરિબળોનો ફાયદો ભારતના ફાર્મા ઉધોગને મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ભારતમાં "એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈનગરીડિયન્ટ" બનાવતી કંપનીઓને ખૂબ સારો ફાયદો થઇ રહ્યો છે. જેનો લાભ ભારતીય ગ્રાહકોને અને તેને સંલગ્ન સપ્લાય ચેન ને થઈ રહ્યો છે…
વિશ્વમાં ફાર્મા સેક્ટરમાં થતી ખરીદ-વેચાણની પેટન માં ખુબ મોટો બદલાવ આવ્યો છે. હવે વિદેશીઓ ભારતીય ફાર્મા કંપનીઓને શોધતી આવી રહી છે. ભારતનું ફાર્મા સેક્ટર ખૂબ વિશાળ છે. વૉલ્યુમ મુજબ ભારત વિશ્વમાં ત્રીજા નંબરે આવે છે. સાથે જ "ગ્લોબલ જેનરીક મેડિસિન્સ" ની ડિમાન્ડમાં 20 ટકા જેટલો માલ ભારત, વિશ્વને સપ્લાય કરે છે. જ્યારે વેક્સિનની ભાગીદારી વિશ્વમાં 62 % ભારતની છે. API ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ભારત પાસે યુ.એસ.ની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી માન્ય હોય એવી સૌથી વધુ ફેસીલીટી છે. આથી જ અત્યારે ચારેબાજુ મંદીના માહોલમાં પણ ભારતના ફાર્મા ઉધોગ માં તેજી જોવા મળી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com