ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 સપ્ટેમ્બર 2020
ભારતના 14માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. તેમના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં કેટલાય કાર્યક્રમોનુ આયોજન કર્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં પાર્ટી કાર્યકર્તાઓ 'સેવા સપ્તાહ' ઉજવણી કરવાના છે. વડા પ્રધાન મોદીના જન્મદિને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી માંડીને ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય દિગ્ગજ નેતાઓ PM મોદીને જન્મદિનની શુભકામનાઓ આપી રહ્યા છે. તો બીજી બાજુ સવારથી સોશિયલ મિડિયા પર તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. લોકો તેમને લાંબા આયુષ્યની શુભકામનાઓ આપી રહ્યા છે.
તેમનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950મા મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. તેમતો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. નરેન્દ્ર મોદી નાની વયે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. ત્યારબાદ 2001મા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014મા દેશના પ્રધાનમંત્રી બન્યા…
:- તેમના જન્મદિવસ પર એક નજર કરીએ રાજકીય કરિયર પર..
બાળપણથી પ્રધાનમંત્રી સુધી પહોંચવાની ટુંકી ગાથા
# હાઈસ્કુલ શિક્ષણ દરમ્યાન નાટકોમાં ભાગ લીધો હતો..
# ગામના તળાવમાં મગરો વચ્ચે તરીને મગરના બચ્ચાને પકડી સ્કુલમાં લઇ ગયા હતા..
# પરિવાર ગરીબ અવસ્થામાં હોઈ 14 વર્ષની વયે તેમણે વડનગર સ્ટેશન બહાર આવેલા એમના પરિવારના ટી સ્ટોલ પર કામ કરતા હતા..
# રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ત્યારબાદ RSS માં જોડાયા હતા..
# 1987 – દેશભરમાં હિન્દુત્વનો જુવાળ ઊભો થયો હતો ત્યારે મોદી ભારતીય જનતા પાર્ટી(ભાજપ) માં જોડાયા હતા..
# 1990 – ભાજપના નેતા એલ.કે. અડવાણીની અયોધ્યાથી ગુજરાતના સોમનાથ મંદિર સુધીની રામ રથયાત્રાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી..
# 1994 – ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી..
# 1995 – ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવાયા અને તેમને પાંચ રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો..
# 1998 – મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી..
# 7મી ઓક્ટોબર,2001: ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં. જીવનમાં પહેલો મોટો બ્રેક..
# 2002 -વિધાનસભાની 182 સીટોમાંથી 127 સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્યો..
# 2007 – ગુજરાતમાં ત્રીજી વાર મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા..
# 2012 – ગુજરાતની ચૂંટણી ફરી જીતી લીધી. 182માંથી 115 બેઠકો જીતી. સળંગ ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા..
# 17મી સપ્ટેમ્બર, 2012 – એમના જન્મ દિવસે ગુજરાતના લોકોની સેવામાં 4000 દિવસ પૂર્ણ કર્યાં.. આ સાથે તેઓ સળંગ બાર વર્ષો સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે રહેવાનો તેઓ વિક્રમ ધરાવે છે .
# 2013: 9 જૂન – ગોવામાં ભાજપે મોદીને દેશની 2014ની ચૂંટણીના પ્રચાર માટેની સમિતિના વડા તરીકે નિમ્યા..
# 13 સપ્ટેંબર 2013 – ભાજપ અને એનડીએના પ્રધાનંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા..
# 26, મે- 2014 – ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા…
# અને હાલમાં પણ તેઓ દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાળ સંભાળી રહ્યા છે…