ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ઓગસ્ટ 2020
દુનિયાભરમાં જીમેઇલના યુઝર્સ કુદકેને ભૂસકે વધી રહ્યાં છે તેવામાં કેટલાંય યુઝર્સ એવા છે જેણે જીમેઇલ ઠપ્પ થઇ ગયાની ફરિયાદ કરી હતી. કેટલાય યુઝર્સે ફરિયાદ કરી છે કે ઘણાં સમય સુધી તેઓ ઇમેલ સેન્ડ કે ફાઇલ અટેચ કરી શકતા ન હતા. ફકત ભારતના યુઝર્સ જ નહી પરંતુ ઓસ્ટ્રેલિયા, જાપાન અને દુનિયાના અન્ય દેશોના યુઝર્સને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જીમેઇલ ઉપરાંત ગુગલના અન્ય એપમાં પણ આ પ્રકારની અસર જોવા મળી છે અને ગુગલ ફોટો સહિતની વ્યવસ્થા પણ ખોરવાઈ છે અને ફોટા અપલોડ થઇ શક્યા નહોતા અથવા તો શેર થયા નથી.
આજ સવારના 10 વાગ્યા પછી ભારત સહિતના કેટલાંક દેશોમાં જીમેઈલની સેવાઓ યથાવત્ કામ ન કરતી હોવાની ફરિયાદો આવી હતી. ગૂગલે પણ પોતાના સત્તાવાર ગૂગલ એપ પેજ પર જીમેઈલની સેવાઓ ખોરવાઈ હોવાનું કબૂલ્યું હતું અને ટૂંક સમયમાં જ તે દૂર કરાશે તેવું જણાવાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં 150 કરોડ અને ભારતમાં 36.5 યુઝર્સ ધરાવતી આ સર્વાધિક લોકપ્રિય મેઈલિંગ સર્વિસ છે એવામાં સમગ્ર વિશ્વમાં એકસાથે જીમેલ સેવા ઠપ્પ થતા હેકિંગની આશંકા સેવાઈ રહી છે. જોકે જીમેઇલ ડાઉન થવાનું સત્તાવાર કારણ હજુ આપવામાં આવ્યું નથી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com