News Continuous Bureau | Mumbai
Gold Smuggling Case : સોનાની દાણચોરી ( gold smuggling ) કરવા માટે મુસાફરો અવનવા જુગાડ અજમાવતા હોય છે. વધુ એક વખત સોનાની દાણચોરી પકડાઈ છે. જે ભલભલાને ગોથે ચડાવે એવી છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર કસ્ટમ અધિકારીઓએ ( Custom department ) દાણચોરી કરનારા મુસાફરોને પડકી પાડ્યા છે. 22-23 ઓક્ટોબરની રાત્રે, તુર્કમેનિસ્તાન એરલાઇન્સની ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરોને ગ્રીન ચેનલમાંથી બહાર નીકળતી વખતે અટકાવવામાં આવ્યા હતા. આ બંને મુસાફરો તુર્કમેનિસ્તાનના પાસપોર્ટ ધારક હતા.
Gold Smuggling Case : કેવી રીતે ગઈ શંકા?
કસ્ટમ અધિકારીઓને ગુપ્ત માહિતી મળી હતી કે આ મુસાફરો પાસે ગેરકાયદે સામાન હોઈ શકે છે. તેમની બેગની એક્સ-રે તપાસમાં કેટલીક શંકાસ્પદ તસવીરો સામે આવી, જેના પછી અધિકારીઓએ મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવાનું નક્કી કર્યું. તલાશી દરમિયાન તેના સામાનમાંથી 538 ગ્રામ સોનાના દાગીના ( Alleged gold chain ) અને ચાર iPhone 16 Pro મળી આવ્યા હતા. આ iPhones ( Iphones ) ને ટીશ્યુ પેપરના બે સીલબંધ પેકેટમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા, જેથી કોઈ શંકા ન રહે.
Gold Smuggling Case : જુઓ વિડીયો
AIU, IGI Airport, New Delhi has confiscated 538 grams of gold concealed in tissue paper pouches from two women passengers holding Turkmenistan Passport. Duo was intercepted while passing through the green channel at IGIA. @AirportGenCus pic.twitter.com/Ip3XR9IooP
— Pramod Kumar Singh (@SinghPramod2784) October 23, 2024
Gold Smuggling Case : ગ્રીન ચેનલનો દુરુપયોગ
કોઈપણ કસ્ટમ ડ્યુટી વિના સામાન સાથે મુસાફરી કરતા મુસાફરો માટે ગ્રીન ચેનલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ મુસાફરો ( Passengers ) એ તેનો લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. હવે કસ્ટમ વિભાગે રિકવર કરેલું સોનું અને આઈફોન જપ્ત કરી લીધું છે અને બંને મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર દાણચોરીના આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેની પાછળ કોઈ મોટું રેકેટ સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Chain Snatching : મહિલાઓ સાવધાન! મંદિરમાં ભજન ગીતમાં લીન હતી મહિલા, ચોર સોનાની ચેન લઈ ભાગી ગયો; જુઓ વિડિયો
આ ઘટના દર્શાવે છે કે દાણચોરો અવનવી યુક્તિઓ દ્વારા ગેરકાયદે માલ લાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કસ્ટમ વિભાગની સતર્કતાના કારણે આ યોજનાઓ નિષ્ફળ થઈ રહી છે. અધિકારીઓની તત્પરતાના કારણે દિલ્હી એરપોર્ટ પર આ દાણચોરી નિષ્ફળ ગઈ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)