Goodknight’s survey : ભારતીયોની ઊંઘ બગાડે છે મચ્છર! લગભગ 60 ટકા લોકો દિવસભર અનુભવે છે તણાવ.. સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો..

Goodknight's survey : ભારતમાં વર્ષે 40 મિલિયનથી વધુ નાગરિકો મેલેરિયા, ડેન્ગ્યુ જેવી મચ્છરજન્ય બીમારીઓનો ભોગ બને છે. બીમારી, હેલ્થકેરના ખર્ચ અને ઓછી ઉત્પાદકતાના લીધે કામના સ્થળ, સ્કૂલ, સામાજિક અને વ્યવસાયિક પ્રતિબદ્ધતામાં ઓટ આવે છે

by kalpana Verat
Goodknight's survey Mosquitoes ruining India’s sleep! Nearly 60 percent of people feel stressed, reveals report

News Continuous Bureau | Mumbai 

Goodknight’s survey :

  • પશ્ચિમી પ્રદેશમાં 56 ટકા લોકો માને છે કે મચ્છરોના લીધે જ તેઓ રાત્રે પૂરતી ઊંઘ લઈ શકતા નથી
  • રાષ્ટ્રીય સ્તરે ભારતની અડધાથી વધુ ઉત્પાદકતા પર મચ્છરોના લીધે થતા ઊંઘમાં વિક્ષેપથી અસર પડે છે

 ભારત ( India ) ની અડધાથી વધુ ઉત્પાદકતા (58 ટકા) પર અસર પડી રહી છે કારણ કે મચ્છરોના લીધે ઊંઘ ( Sleep ) માં થતા વિક્ષેપ ( Ruining ) ના લીધે લોકો તણાવગ્રસ્ત/થાકેલા હોવાનું અનુભવે છે. વર્લ્ડ મેલેરિયા ડેની પ્રસ્તાવનારૂપે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ની ભારતની અગ્રણી હાઉસહોલ્ડ ઇન્સેક્ટિસાઇડ બ્રાન્ડ ગુડનાઇટ દ્વારા હાથ ધરાયેલા એક સર્વેમાં આ મહત્વની બાબત બહાર આવી છે. ‘એક મચ્છર, અનેક જોખમો’ શીર્ષક હેઠળ ગુડનાઇટ દ્વારા સંચાલિત અને માર્કેટ રિસર્ચ કંપની યુગવ દ્વારા હાથ ધરાયેલો ભારતભરનો આ સર્વે લોકોના અભિગમ ચકાસે છે અને મચ્છરજન્ય બીમારીઓના જોખમોનું આકલન કરે છે. સર્વેમાં ભારતના ચાર પ્રદેશો – ઉત્તર (મધ્ય ઝોનના રાજ્યો સહિત), દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના ઉત્તરદાતાઓએ પ્રતિભાવો આપ્યા હતા.

Goodknight’s survey : ખૂબ જ ચિંતાજનક છે આ બાબત 

ગુડનાઇટનો રિપોર્ટ દર્શાવે છે કે 62 ટકા પુરૂષો અને 53 ટકા મહિલાઓએ મચ્છરો ( Mosquito ) ના લીધે તેમની ઊંઘમાં ખલેલ પડવાના કારણે તેમની ઉત્પાદકતા પર અસર પડતી હોવાનું જણાવ્યું હતું. ભારતની તાજેતરની આર્થિક પ્રગતિના સંદર્ભમાં આ બાબત ખૂબ જ ચિંતાજનક છે, ખાસ કરીને જ્યારે તંદુરસ્ત વર્કફોર્સ ખૂબ જરૂરી છે. ઉદ્યોગના રિપોર્ટ્સ મુજબ મેલેરિયા જેવા મચ્છર-જન્ય રોગોના લીધે ભારત પર લગભગ રૂ. 16,000 કરોડનું ભારણ પડે છે. વિવિધ અંદાજો મુજબ લગભગ 75 ટકા આર્થિક ભારણ ભારતીયો દ્વારા આવક ગુમાવવાના લીધે અને બાકીનું સારવારના ખર્ચના લીધે પડે છે.

ભૌગોલિક ઝોન મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યો ધરાવતો પશ્ચિમ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે કારણ કે આ પ્રદેશના 67 ટકા લોકો મચ્છરોના લીધે તેમની ઊંઘ બગડતી હોવાના કારણે તેમની ઉત્પાદકતા ઘટતી હોવાનું માને છે. દક્ષિણી રાજ્યો 57 ટકા લોકો સાથે બીજા સ્થાને છે જ્યારે ચંદીગઢ, દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યો ધરાવતા ઉત્તર ભારતમાં આ પ્રમાણ 56 ટકા અને પૂર્વ વિસ્તારમાં 49 ટકા છે.

Goodknight’s survey : ભારતમાં વર્ષે 40 મિલિયનથી વધુ નાગરિકો મેલેરિયા, ડેન્ગ્યુ જેવી મચ્છરજન્ય બીમારીઓનો ભોગ બને છે.

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ના ચીફ માર્કેટિંગ ઓફિસર અશ્વિન મૂર્તિએ જણાવ્યું હતું કે “ગુડનાઇટનું ‘એક મચ્છર, અનેક જોખમો’ એ રાષ્ટ્રવ્યાપી સર્વે રિપોર્ટ છે જે લોકોના અભિગમોમાં ઊંડો ઉતરે છે અને મચ્છર-જન્ય રોગો સાથે જોડાયેલા જોખમોનું આકલન કરે છે. આવી પહેલ સાથે અમારું લક્ષ્ય ભારતમાં મચ્છરોની સમસ્યા અંગે જાગૃતતા વધારવાનું, પરિવારોને આ દિશામાં કામ કરવા અને દેશને કિફાયતી પરંતુ નવીનતમ સોલ્યુશન્સ પૂરા પાડવાનું છે. ભારતમાં વર્ષે 40 મિલિયનથી વધુ નાગરિકો મેલેરિયા, ડેન્ગ્યુ જેવી મચ્છરજન્ય બીમારીઓનો ભોગ બને છે. બીમારી, હેલ્થકેરના ખર્ચ અને ઓછી ઉત્પાદકતાના લીધે કામના સ્થળ, સ્કૂલ, સામાજિક અને વ્યવસાયિક પ્રતિબદ્ધતામાં ઓટ આવે છે જેના પગલે છેવટે આર્થિક નુકસાન થાય છે. ભારતના અર્થતંત્રની ઉત્પાદકતા જાળવવા અને જીડીપીના આંકને આગળ વધારવા માટે પાયાના સ્તરે મજબૂત અને તંદુરસ્ત વર્કફોર્સ હોવી જરૂરી છે. મચ્છર-જન્ય રોગોના વધતા ટ્રેન્ડને ઉકેલવા માટેની વ્યવહારિક રીતો પૈકીની આ એક રીત છે.”

ગુડનાઇટના સર્વેમાંથી બીજી એક મહત્વની બાબત એ જણાઈ છે કે લોકોને પૂરતી ઊંઘથી વંચિત રાખવામાં મચ્છરોનો નોંધપાત્ર ફાળો છે. સમગ્ર ભારતમાં સરેરાશપણે દર બેમાંથી એક પુખ્ત (50 ટકા) મચ્છરોને તેમની ઊંઘમાં વિક્ષેપ માટેનું મુખ્ય કારણ માને છે. રસપ્રદ બાબત એ છે કે પશ્ચિમ ભારત (56 ટકા) આ નિવેદન સાથે સહમત છે જેના પછી ઉત્તર (52 ટકા), દક્ષિણ (47 ટકા) અને પૂર્વ (42 ટકા) છે. આ ઉપરાંત, મહિલાઓ (56 ટકા)ની સરખામણીએ પુરૂષો (54 ટકા) આ બાબતે વધુ સહમત થાય છે.

Goodknight’s survey : રોગપ્રતિકારક શક્તિને કમજોર કરી શકે છે

ગુડનાઇટના રિપોર્ટમાંથી મળેલા તથ્યો અંગે ટિપ્પણી કરતા મુંબઈમાં મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલના ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડો. કિર્તી સબનિસે જણાવ્યું હતું કે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે એક મચ્છર જીવનને જોખમમાં મૂકનારી બીમારી ફેલાવવાની સંભાવના ધરાવે છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય ઘણી સ્થિતિઓ જેવી બીમારીઓના પ્રપંચી ફેલાવા પાછળના આ શાંત ગુનેગારો રહેલા છે. તેઓ રોગપ્રતિકારક શક્તિને કમજોર કરી શકે છે અને લોકોને અન્ય બીમારીઓ માટે સંવેદનશીલ બનાવે છે. આ સતત ખતરો આપણા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે એટલું જ નહીં પણ તંદુરસ્ત અને ઉત્પાદક જીવન જીવવાની આપણી ક્ષમતાને પણ અવરોધે છે. મચ્છરજન્ય રોગો સામે રક્ષણ એ વ્યક્તિગત જવાબદારીથી કંઈક વિશેષ છે. આ એક સામૂહિક ફરજ છે જેના માટે આપણે આપણી જાતના અને આપણા સમુદાયોના ઋણી છીએ.”

Goodknight’s survey : ગુડનાઇટ અગરબત્તી કરી લોન્ચ 

ગુડનાઇટ મચ્છરો દ્વારા ઊભા થતા જોખમો અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવા તથા જોખમી કીટકો વિરુદ્ધ રાષ્ટ્રીય લડતમાં પ્રદાન કરવા માટે સક્રિયપણે સંકળાયેલી છે. તે ફ્લેશ વેપોરાઇઝર અને એડવાન્સ્ડ ફાસ્ટ કાર્ડ જેવા નવીનતમ મોસ્ક્વિટો રેપેલન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. ગેરકાયદેસર, અનિયંત્રિત અને ચાઇનીઝ કેમિકલ-યુક્ત મોસ્ક્વિટો રેપેલન્ટ ઇન્સેન્સ સ્ટિક્સના તાજેતરના જોખમોને જોતાં ગુડનાઇટે તાજેતરમાં જ ભારતની પ્રથમ સરકાર માન્ય એન્ટી-મોસ્ક્વિટો ઇન્સેન્સ સ્ટિક, ગુડનાઇટ અગરબત્તી લોન્ચ કરી છે. આ ઇનોવેટિવ પ્રોડક્ટ ગ્રાહકોને કેમિકલ-યુક્ત ચાઇનીઝ આયાત સામે સુરક્ષિત વિકલ્પ પૂરો પાડે છે. આ લોન્ચ આપણને આ દિશામાં કામ કરવા માટે પ્રેરે છે અને મચ્છર વિરુદ્ધની ચાલી રહેલી લડતમાં સહયોગ આપવા તથા ભારતના તંદુરસ્ત ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે હિસ્સેદારોને વિનંતી કરે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More