News Continuous Bureau | Mumbai
મહાત્મા ગાંધીના(Mahatma Gandhi) પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ(Grandson Gopalakrishna Gandhi) વિપક્ષના(Opposition) રાષ્ટ્રપતિ પદના(presidency) ઉમેદવાર બનવાની ના પાડી દીધી છે.
એક નિવેદનમાં, તેમણે કહ્યું કે, તેઓ સંયુક્ત વિરોધ પક્ષ વતી તેમના નામની ઓફર(Offer) માટે આભારી છે.
આ સાથે તેમણે પોતાની ઉમેદવારીનો પણ ઇનકાર કરતા કહ્યું કે, હું અપેક્ષા રાખીશ કે વિપક્ષ કોઈ અન્ય નામ પર વિચાર કરે, જે મારા કરતા વધુ સારા રાષ્ટ્રપતિ(President) સાબિત થઈ શકે.
અહેવાલો અનુસાર, વિપક્ષના કેટલાક નેતાઓએ ગોપાલકૃષ્ણ ગાંધી સાથે ફોન પર વાત કરી હતી અને તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર(Candidate) બનવાની ઓફર કરી હતી.
આ પહેલા શરદ પવાર(Sharad Pawar) અને ફારૂક અબ્દુલ્લા(Farooq Abdullah) પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર(Presidential candidate) બનવાની ના પાડી ચૂક્યા છે.
આવી સ્થિતિમાં ગોપાલકૃષ્ણ ગાંધીના નામની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે તેમના ઇનકાર બાદ વિપક્ષે નવા ચહેરાની શોધ કરવી પડશે.
આ સમાચાર પણ વાંચો : અગ્નિવીરોની ભરતી માટે આર્મીએ બહાર પાડ્યું નોટિફિકેશન- જાણો ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન