News Continuous Bureau | Mumbai
દેશમાં 18 જુલાઈના રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) યોજાવાની છે. રાષ્ટ્રપતિની ચૂંટણી એક થઈને લડવાની વિપક્ષની(opposition party) માંગણી વચ્ચે કેટલાક નેતાઓ દ્વારા પશ્ચિમ બંગાળના(West Bengal) ભૂતપૂર્વ રાજ્યપાલ(Former Governor) ગોપાલકૃષ્ણ ગાંધીનો(Gopalakrishna Gandhi) સંપર્ક કરવામાં આવ્યો છે. તેઓ રાષ્ટ્રપતિના પદ માટે વિપક્ષ તરફથી ઝંપલાવે એવું વિપક્ષના કેટલાક નેતાઓનું કહેવું છે. ગોપાલકૃષ્ણ ગાંધી પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે.
આ અગાઉ ગોપાલકૃષ્ણ ગાંધી 2017માં ભારતના ઉપરાષ્ટ્રપતિ(Vice President of India) પદ માટે સર્વસંમત વિપક્ષી ઉમેદવાર હતા. તે ચૂંટણીમાં તેઓ એમ. વેંકૈયા નાયડુ(M Venkaiah Naidu )સામે હારી ગયા હતા.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ કેટલાક વિપક્ષી નેતાઓએ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધી સાથે ફોન પર વાત કરી છે. નેતાઓએ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીને રાષ્ટ્રપતિ પદ માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બનવા પર વિચાર કરવા વિનંતી કરી.
આ ઉપરાંત અન્ય કેટલાક નામો પર પણ વિચારણા ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સાથે વિપક્ષી નેતાઓએ પણ તેમની સંમતિ મેળવવા માટે તેમનો સંપર્ક કર્યો છે. ગોપાલકૃષ્ણ ગાંધીએ આ નેતાઓ પાસે થોડો સમય માંગ્યો છે. તેઓ તેમનો જવાબ બુધવાર સુધીમાં આપી શકે છે. તેમની સાથે વાત કરનારા આગેવાનોએ જણાવ્યું હતું કે ગોપાલકૃષ્ણ ગાંધીએ ઉમેદવાર બનવાની વિનંતીનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં એક સાથે 300 સ્કૂલો બંધ કરવા સરકારનો આદેશ-15 દિવસમાં થઈ જશે સીલ-જાણો શું છે સમગ્ર મામલો
જો તેઓ વિનંતી સ્વીકારે છે, તો તેઓ રાષ્ટ્રપતિ પદ માટે સર્વસંમત વિપક્ષી ઉમેદવાર તરીકે ઉભરી શકે છે, કારણ કે છેલ્લી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં(Vice Presidential Election) તેમના નામ પર પહેલાથી જ સંમતિ થઈ હતી. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીના પૌત્ર(Grandson of Mahatma Gandhi) ગોપાલકૃષ્ણ ગાંધી 2004 થી 2009 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. તેમણે દક્ષિણ આફ્રિકા(South Africa) અને શ્રીલંકામાં(Srilanka) ભારતના હાઈ કમિશનર(High Commissioner) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.