કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે કોરોનાની રસી મુકવા માટે એક મહત્વકાંક્ષી અને દેશવ્યાપી યોજના તૈયાર કરી છે.
આગામી સાડા ત્રણ મહિનામાં દેશમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી મુકી દેવામાં આવશે. આ માટે દેશભરમાં 10 લાખ જેટલા રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે. આ સિવાય લોકોને ઘરે-ઘરે જઈને રસી મુકવા માટેનો પણ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
15 ઓગસ્ટ સુધીમાં દેશમાં 18 વર્ષથી વધારે વય ધરાવતા તમામ લોકોને કોરોનાની રસી મુકવાનુ લક્ષ્ય છે.દેશના તમામ રાજ્યો સાથે આ માટે સંકલન કરવામાં આવી રહ્યુ છે.
સીરમ ઇન્સ્ટિયૂટે કોરોના રસીનાં ભાવ જાહેર કર્યા. આટલી કિંમતમાં મળશે વેક્સિન…