ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર
બજેટ 2022 પહેલા કેન્દ્ર સરકારે નવા મુખ્ય આર્થિક સલાહકારની નિમણુંક કરી છે.
સરકારે મુખ્ય આર્થિક સલાહકાર તરીકે ડો.વી અનંત નાગેશ્વરનની નિમણુંક કરી છે.
ડો.નાગેશ્વરન આ પહેલા લેખક, શિક્ષણ અને એડવાઈઝર તરીકે કામ કરી ચુકયા છે.
તેઓ કરા યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સના વિઝિટિંગ પ્રોફેસર રહી ચુક્યા છે.
તેમણે અમદાવાદ આઈઆઈએમમાંથી પીજી ડિપ્લોમા તેમજ મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાંથી ડોકટરેટની ડિગ્રી મેળવી છે.
આ પહેલા દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે. સુબ્રમણ્યમે 3 વર્ષ સુધી આ પદ પર સેવા આપ્યા બાદ ડિસેમ્બર મહિનામાં રાજીનામુ આપ્યુ હતુ. એ પછી આ પદ ખાલી હતું.
