Site icon

BH સીરીઝ- કિંમતથી લઈને કેવી રીતે અરજી કરવી- દરેક પ્રશ્નના જવાબ વાંચો

News Continuous Bureau | Mumbai

BH સિરીઝ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં(In States and Union Territories) શરૂ કરવામાં આવી છે. આ લેખમાં, અમે BH સીરીઝની નંબર પ્લેટના ફાયદાઓ(Benefits of Number Plates) અને આ સીરીઝ માટે કેવી રીતે નોંધણી કરાવી શકાય તેના માટે કેટલો ચાર્જ તે વિશેના બધા પ્રશ્નોના જવાબ આપીશું.

Join Our WhatsApp Community

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે(Ministry of Road Transport and Highways) BH સિરીઝ રજીસ્ટ્રેશનના(Series Registration) વ્યાપને વધુ વિસ્તૃત કરવા માટે નવા નિયમોની દરખાસ્ત કરતી નવી સૂચના બહાર પાડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં કોઈપણ પ્રતિબંધ વિના ખાનગી વાહનોના એક રાજ્યથી બીજા રાજ્યમાં અવરજવર માટે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવી BH સીરીઝ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય 41મી પરિવહન વિકાસ પરિષદની વાર્ષિક બેઠકમાં(Annual Meeting of Transport Development Council)  લેવામાં આવ્યો છે. BH સિરીઝ નંબર પ્લેટના ફાયદા શું છે, તમે તેના માટે કેવી રીતે અરજી કરી શકો છો અને BH નંબર પ્લેટ માટે કેટલો ચાર્જ છે.

આ સમાચાર પણ વાંચો :  સુપ્રીમ કોર્ટનો દાખલો બેસાડતો ચુકાદો- કોર્ટે પત્ની અને બાળકોના ભરણપોષણ પર કર્યો આ મહત્વપૂર્ણ નિર્ણય  

શું છે ફાયદોઃ 

તમને જણાવી દઈએ કે જો તમે અત્યારે કાર ખરીદો છો, તો તમે 15 વર્ષ સુધી રોડ ટેક્સ ચૂકવો છો, પરંતુ જો કોઈ વ્યક્તિની જોબ ટ્રાન્સફર થઈ જાય છે અને તે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શિફ્ટ થઈ જાય છે, તો તેણે ફરીથી ત્યાં જઈને કાર લેવી પડશે. પરંતુ BH સિરીઝના આવવાથી સામાન્ય જનતાને આ તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.

નંબર પ્લેટ મેળવવાનું સરળ બનાવ્યુ: 

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે વાહન માલિકે સ્વેચ્છાએ પસંદ કર્યા પછી BH સીરીઝ હેઠળ વ્હીકલની નોંધણી રાજ્યમાં કોઈપણ નોંધણી સત્તામંડળમાં થઈ શકે છે, જેમાં વ્હીકલ માલિકનું કાયમી રહેઠાણ અથવા કામનું સ્થાન હોય.

BH સિરીઝની નંબર પ્લેટ કેવી દેખાય છે: 

તમને જણાવી દઈએ કે BH સિરીઝની નંબર પ્લેટમાં BH થી આગળ રજીસ્ટ્રેશન વર્ષ દર્શાવવામાં આવ્યું છે અને કોમ્પ્યુટર જનરેટ કરેલ ચાર નંબરો અને BH ની આગળ બે અક્ષરો હોય છે.

કોણ અરજી કરી શકે છે? 

નવી BH સિરીઝ નંબર પ્લે દરેક માટે નથી, આ માટે માત્ર તે જ વ્યક્તિ લાયક છે જેની નોકરી ટ્રાન્સફરેબલ છે. ઉદાહરણ તરીકે કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees) અથવા ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો જેમની નોકરીઓ ટ્રાન્સફરેબલ છે તેઓને નંબર પ્લેટ જારી કરતી વખતે અગ્રતા આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  વર્લ્ડ બેંકે કોરોના મહામારીમાં ગરીબોની અસાધારણ મદદ માટે મોદી સરકારની કરી પ્રશંસા- અન્ય દેશોને આપી આ સલાહ

તમે આ રીતે અરજી કરી શકો છો: 

જો તમે પણ BH સિરીઝ રજીસ્ટ્રેશન સાથે નંબર પ્લેટ માટે નોંધણી કરાવવા માંગતા હોવ, તો તમે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના પોર્ટલ પર જઈને તેના માટે અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે જો તમે નવી કાર ખરીદતી વખતે ડીલરને કહો છો, તો ડીલર પણ તમારા માટે આ કામ કરી શકે છે.

કેટલો છે ચાર્જઃ 

તમને જણાવી દઈએ કે BH સિરીઝના વ્હીકલ માટે ત્રણ કેટેગરીમાં રોડ ટેક્સ રાખવામાં આવ્યો છે, 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતના વ્હીકલ માટે 8 ટકા,,, 10થી 20 લાખ રૂપિયાની વચ્ચેની કાર માટે 10. ટકા અને રૂ. 20 લાખથી વધુની કાર માટે 12 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે.

 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version