News Continuous Bureau | Mumbai
Government of India: ભારત સરકારના રાષ્ટ્રીય નમૂના મોજણી અંતર્ગત ૮૦મા આવર્તનની ક્ષેત્રિય મોજણી (જાન્યુઆરી – ૨૦૨૫ થી ડિસેમ્બર – ૨૦૨૫) શરૂ થયેલ છે. આ મોજણી અંતર્ગત “ઘરઘથ્થું સામાજીક વપરાશઃ આરોગ્ય” વિષય માટે માહિતી એકત્રિત કરવાની છે. આ મોજણીમાં રાજ્ય સરકારની અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરીના કર્મચારીઓ વૈજ્ઞાનિક પધ્ધતિ મુજબ પસંદ થયેલ ગામ તથા શહેરના વિસ્તારોની મુલાકાત લઇ ઘરે ઘરે જઇ નિયત થયેલ પત્રકમાં વિગતવાર માહિતી મેળવવામાં આવશે. આ કામગીરી રાષ્ટ્રીય કક્ષાની હોઇ તથા મોજણીમાં મેળવવામાં આવનાર માહિતીનો ઉપયોગ નીતિ ઘડતર માટે તથા યોજનાકીય બાબતો માટે થનાર હોઇ, તમામ નાગરિકોને આ કાર્ય માટે જ્યારે પણ સરકારના ઉપર દર્શાવેલ પ્રતિનિધિઓ તેમના ઘરની મુલાકાતે આવે ત્યાર પૂરતો સહકાર આપવા અનુરોધ કરાયો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.