ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ઉંમરને કારણે વેક્સિનેશન સેન્ટર સુધી જઈને વેક્સિન ન લઈ શકનાર વૃદ્ધો માટે કેન્દ્ર સરકારે ખાસ વ્યવસ્થાને મંજૂરી આપી દીધી છે.
નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે જણાવ્યું કે વૃદ્ધોને ઘરે જ વેક્સિન આપવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.
તેમણે કહ્યું કે નિયર ટુ હોમ કોવિડ વેક્સિનેશન સેન્ટર સ્થાપિત કરવામાં આવશે, જેને કારણે દિવ્યાંગો અને વુદ્ધો વેક્સિન લેવા સેન્ટર સુધી ધક્કા નહીં ખાવા પડે અને તેમને ઘેર બેઠા વેક્સિન મળી શકશે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, 60 વર્ષથી વધુ વયના કોઈપણ વ્યક્તિ તેના ઘર નજીક રસી લઈ શકશે.
આ ઉપરાંત 60 વર્ષથી ઓછી વયની વિકલાંગ વ્યક્તિઓને પણ તેમના ઘરની નજીક રસીકરણની સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ માટે તેઓ અન્ય લોકોની જેમ અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈ શકે છે. તદુપરાંત, જો તેઓ ઇચ્છે તો, તેઓ રસીકરણ કેન્દ્ર સુધી પહોંચી શકે છે અને ઓન-સાઇટ નોંધણી દ્વારા રસી મેળવી શકે છે.
ડોમ્બિવલીમાં 15 વર્ષની છોકરી પર કરવામાં આવ્યો સામૂહિક બળાત્કાર; જાણો વિગત