ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020
કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબર થી શાળાઓ ફરીથી ખોલવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં જણાવ્યું છે કે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફક્ત માતા-પિતાની સંમતિથી જ વિદ્યાર્થીઓ ને શાળામાં મંજૂરી આપવામાં આવશે. ઓનલાઇન વર્ગોનો વિકલ્પ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ગમાં હાજર નહીં રહે તો પણ ચાલશે..
શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં સંપૂર્ણ સફાઇ અને જગ્યાનું સેનિટાઈઝેશન, હાજરીમાં સુગમતા, ત્રણ અઠવાડિયા સુધી મૂલ્યાંકન નહીં કરવું અને કોવિડ -19 લોકડાઉન દરમિયાન હાજરીમાં રાહત જેવા સૂચનો આપવામાં આવ્યા છે. કેન્દ્રએ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની સ્થાનિક પરિસ્થિતિઓને આધારે આરોગ્ય અને સલામતીની સાવચેતી રાખવા માટે તેમના પોતાના નિયમો બનાવવાનું કહ્યું છે.
શાળાઓના કેમ્પસમાં તમામ વિસ્તારો, ફર્નિચર, સાધનો, સ્ટેશનરી, સંગ્રહ સ્થાનો, પાણીની ટાંકી, રસોડું, કેન્ટિન, વોશ રૂમ, પ્રયોગશાળાઓ અને પુસ્તકાલયો વગેરેની સંપૂર્ણ સફાઇ કરવી અને જીવાણુ મુક્ત કરવા માટે શાળાઓએ વ્યવસ્થા કરવી, એમ મંત્રાલયે જણાવ્યું હતું. “શાળાઓને સલામતી અને સામાજિક અંતરનાં ધોરણોને ધ્યાનમાં રાખી, રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જારી કરાયેલા માર્ગદર્શિકાની માતાપિતાને સૂચના આપવી, પોસ્ટરો લગાવવા, સંદેશાઓ, સંદેશાવ્યવહાર સ્પષ્ટ ભાષામાં લખી જાગૃતિ લાવવી પડશે.
મંત્રાલયે શાળાઓને હાજરી મુદ્દે ઉદાર વલણ અપનાવવાનું કહ્યું છે. "વિદ્યાર્થી અને કર્મચારીઓને બીમાર હોય ત્યારે ઘરે રહેવા માટે પ્રોત્સાહિત કરવા, ફ્લેક્સિબલ હાજરી અને માંદગીની રજાની નીતિઓ બનાવવી અને લાગુ કરવાની સૂચના કેન્દ્રએ આપી છે. આમ અનલોક માર્ગદર્શિકા મુજબ 15 ઓક્ટોબર 2020 પછી કન્ટેન્ટ ઝોન બહારની શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવાની મંજૂરી આપે છે, પરંતુ અંતિમ નિર્ણય રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો ની સરકારનો રહેશે.