News Continuous Bureau | Mumbai
Gulmarg Temple Fire: ધરતી પરનું સ્વર્ગ એટલે કેઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ગુલમર્ગમાં આજે વહેલી સવારે ભીષણ આગમાં 20મી સદીના અને બોલિવૂડના હિટ ગીતોમાંથી એક ‘જય જય શિવ શંકર’ ગીત જ્યાં ફિલ્માવાયું હતું તે પ્રખ્યાત શિવ મંદિર બળીને ખાખ થઈ ગયું છે. .
Gulmarg Temple Fire: રાણી મંદિર બળીને રાખ થઈ ગયું
મીડિયા રિપોર્ટ મુજબ આગ 03.50 વાગ્યે લાગી હતી. જેમાં ટેકરીની ટોચ પર આવેલું રાણી મંદિર (મોહિનીશ્વર શિવાલય) બળીને રાખ થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા જ ફાયર સ્ટેશનના અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ જાણી શક્યું નથી હાલ આ માટે તપાસ કરવામાં આવી રહી છે.
Gulmarg Temple Fire: જુઓ વિડીયો
Jammu and Kashmir: Fire breaks out in the 106-years-old Shiv Temple also known as Rani Ka Temple in Gulmarg.
The temple was built by Mohini Bai Sisodia, wife of Maharaja Hari Singh in 1915.#JammuandKashmir #Temple #Gulmarg pic.twitter.com/nOmRhzvwPC
— Voice of Assam (@VoiceOfAxom) June 5, 2024
એવું કહેવાય છે કે જમ્મુ અને કાશ્મીરના શાસક રાજા હરિ સિંહની પત્ની મહારાણી મોહિનીબાઈ સિસોદિયાએ 1915માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અવાર નવાર શિયાળામાં બરફથી ઢંકાયેલા આ મંદિરની સુંદર તસવીરો ઇન્ટરનેટ પર આવતી રહી છે.
ઉલ્લેખનીય છે કે આગમાં નાશ પામેલા આ મંદિરનો ખીણના ઈતિહાસની સાથે સાથે બોલિવૂડ સાથે પણ ઊંડો સંબંધ છે.
આગમાં બળીને ખાખ થનાર ગુલમર્ગમાં આવેલુ રાણી મંદિરમાં પાંચ વર્ષ પહેલા ન્યુઝ કન્ટિન્યુઝની ટીમે મુલાકાત લીધી હતી. જુઓ બરફની ચાદર ઓઢેલાં શિવાલયનો વિડીયો..
બોલિવૂડના હિટ ગીતોમાંથી એક ‘જય જય શિવ શંકર’ આ મંદિરમાં શૂટ કરવામાં આવ્યું હતું. આ ગીત એક્ટર રાજેશ ખન્ના અને અભિનેત્રી મુમતાઝ અભિનીત 1974ની ફિલ્મ ‘આપકી કસમ’નું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)