ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓગસ્ટ 2020
યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ યુ.એસ.સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે સૂચવેલા એચ-1બી વિઝા ફી માં વધારાને મંજૂરી આપી દીધી છે. જેમાં 20 ટકા જેટલો વધારો સૂચવવામાં આવ્યો હતો. જેનો અમલ આગામી ઓક્ટોબર માસથી કરાશે.
નિષ્ણાતો ના મત મુજબ આ ફી વધારાને કારણે કંપનીઓ ઉપર 20 ટકાનું વધુ ભારણ આવશે. એક નિયમ મુજબ 50 થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓએ કર્મચારીઓ ના વિઝા રીન્યુ કરવા માટે 4000 થી 4500 ડોલર વધુ ચૂકવવા પડશે. 3 વર્ષ માટે અપાતા એચ-1બી વિઝા વધુમાં વધુ 2 વખત રીન્યુ કરી શકાય છે..
એચ -1 બી અને એચ -2 બી વિઝા યુ.એસ. આધારિત કંપનીઓને લાંબા ગાળાના અથવા અસ્થાયી નોકરી માટે વિદેશી કામદારોની ભરતી કરવાની મંજૂરી આપવા માટે આપવામાં આવે છે.
યુ.એસ. ઈમિગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2019 સુધીમાં દેશમાં અંદાજિત 583,420 એચ -1 બી અધિકૃત વર્ક પરમિટ ધારકો હતા.
યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝન્સ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) અનુસાર, એચ 1બી વિઝા પ્રોગ્રામનો સૌથી વધુ લાભ ભારતીયોને મળે છે.
યુએસસીઆઈએસના પ્રવક્તાએ તાજેતરમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 21 માટે એચ 1 બી નોંધણીનો 68 ટકા હિસ્સો ભારતનો હતો. જ્યારે 13.2 ટકા નોંધણી સાથે ચીન બીજા નંબર પર સૌથી વધુ H1 B લાભ મેળવનાર છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous ..
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com