News Continuous Bureau | Mumbai
Har Ghar Tiranga: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા હર ઘર તિરંગા લહેરાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગો લહેરાવીને આઝાદીના(Independence Day) 75 વર્ષની ઉજવણી કરવામાં આવે છે. ભારતના સૌથી ભવ્ય તહેવારની ઉજવણી માટે ભારતીય ટપાલ વિભાગ ભારતીય રાષ્ટ્ર ધ્વજ રૂ. 25/- (20 ઇંચ x 30 ઇંચ) માં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. તમામ લોકોને તિરંગો મળી રહે તે માટે પોસ્ટ વિભાગ તરફથી તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
ગત વર્ષે 15મી ઓગસ્ટના રોજ ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga Abhiyan) અભિયાન લોકોના મનમાં સ્વાતંત્ર્ય સંગ્રામની સ્મૃતિને જીવંત રાખવા, સ્વાતંત્ર્ય સંગ્રામના અજાણ્યા નાયકો અને ક્રાંતિકારીઓની યાદો અને દેશભક્તિની ભાવનાને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મૂકવામાં આવ્યું હતું. દેશ પ્રેમ લોકોના મનમાં ઘર કરી જાય તે માટે આ અભિયાન અમલમાં મુકવામાં આવ્યો છે.
આ અભિયાનને દેશવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો. આપણા દેશના ગૌરવ અને સ્વતંત્રતા દિવસની ઉજવણીના આ અભિયાનની સફળતાને કારણે આ વર્ષે પણ કેન્દ્ર અને રાજ્ય ‘હર ઘર તિરંગા 2.0’ અભિયાન અમલમાં મૂકી રહ્યા છે.
આ ઝુંબેશ હેઠળ, નાગરિકો માટે ત્રિરંગા ધ્વજ ખરીદવાનું સરળ બને તે માટે, ભારતીય પોસ્ટ વિભાગે માત્ર 25 રૂપિયામાં ત્રિરંગા ધ્વજ ઉપલબ્ધ કરાવ્યા છે, સાંગલી પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડેન્ટ આર.પી. પાટીલે એક પત્ર દ્વારા આ માહિતી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : WHO Indian cough syrup: ભારતમાં નિર્મિત વધુ એક કફ સિરપ દૂષિત! વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ જાહેર કર્યું એલર્ટ, બની શકે છે મૃત્યુનું કારણ..
પોસ્ટ વિભાગમાં 25 રૂપિયા પ્રતિ ધ્વજના આર્થિક દરે…
આ વર્ષે પણ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે, પોસ્ટ વિભાગ 25 રૂપિયા પ્રતિ ધ્વજના આર્થિક દરે ગુણવત્તાયુક્ત રાષ્ટ્રીય ધ્વજનું(National Flag) વેચાણ અને વિતરણ કરી રહ્યું છે. પોસ્ટ વિભાગ વતી, સરકારી/ખાનગી સંસ્થાઓ, નિગમો, સ્થાનિક સ્વ-સરકારી સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે કે જો તેઓને તેમની કચેરીઓ અને કર્મચારીઓ માટે રાષ્ટ્રધ્વજની જરૂર હોય તો પોસ્ટ વિભાગને 10 ઓગસ્ટ સુધીમાં જાણ કરે.
ગ્રાહકો ફ્લેગ ઓનલાઈન પણ ખરીદી શકે છે. ઓનલાઈન ખરીદી માટે ગ્રાહકોએ વેબસાઈટ www.epostoffice.gov.in ની મુલાકાત લેવી રહેશે. આ ઝુંબેશનો જિલ્લાના તમામ નાગરિકોએ વધુમાં વધુ લાભ લેવા પત્રમાં અનુરોધ કરાયો છે.