News Continuous Bureau | Mumbai
આઝાદીનો અમૃત મહોત્સવ(Amrit Mahotsav of Freedom) લોકો પર છવાઈ ગયો છે. દેશભરમાં કરોડો તિરંગા લહેરાતા(Tiranga) જોઈ શકાય છે. પીએમ મોદીએ(PM Modi) દરેક ઘર પર તિરંગો ફરકાવવાની(Hoisting of flags) કરેલી અપીલ બાદ દેશમાં તિરંગા મય માહોલ જોવા મળી રહ્યો છે.
મોદી સરકારે ‘હર ઘર તિરંગા’(Har Ghar Tiranga) નામની એક વેબસાઈટ(Website) પણ બનાવી છે. જેના પર પીએમ મોદીએ પોતાની સેલ્ફી અપલોડ કરવા માટે લોકોને અપીલ પણ કરી હતી. આ વેબસાઈટ પર આજે (સોમવારે) સાંજે 4 સુધીમાં 5 કરોડ 6 લાખથી વધુ લોકોએ તેમની સેલ્ફી અપલોડ(Selfie upload) કરી છે.
આ સમાચાર પણ વાંચો : શેર બજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના નિધન પછી તેમનો એક વિડીયો વાયરલ થયો છે- વ્હીલ ચેર પર બેસીને તેઓ ઝુમી ઉઠ્યા છે- જુઓ વિડિયો
સેલ્ફી અપલોડ કરનારાઓમાં આમ નાગરિકથી માંડીને અમિતાભ બચ્ચન(Amitabh Bachchan), રજનીકાંત(Rajinikanth), સચિન તેંડુલકર(Sachin Tendulkar), રોહિત શર્મા(Rohit Sharma), સોનુ સૂદ(Sonu Sood), નીલ નીતિન મુકેશ(Neel Nitin Mukesh) જેવી સેલિબ્રિટિઝનો પણ સામેલ છે. ગૃહ મંત્રી અમિત શાહે(Amit Shah) પણ પોતાની સેલ્ફી તેના પર અપલોડ કરી છે.
જો તમે હજુ સુધી ના કરી હોય તો તમે આ લિંક https://harghartiranga.com/ પર જઈને તમારી તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરી સર્ટિફિકેટ મેળવી શકો છો.