Himachal Pradesh: શું તમે હિમાચલ જવાનો પ્લાન કરી રહ્યા છો? ૧ એપ્રિલ પહેલા જાણી લેજો ટેક્સના નવા નિયમો, નહીંતર બગડશે તમારું બજેટ.

હેવી વાહનો અને મશીનરી પર પણ ટેક્સનો માર: અર્થતંત્રને મજબૂત કરવા સરકારનો પગલું; હિમાચલના રજિસ્ટ્રેશનવાળા વાહનોને રહેશે મુક્તિ.

by Akash Rajbhar
Himachal Pradesh hikes entry fee for outside vehicles by 2.5 times; New rates effective from April 1, 2026.

News Continuous Bureau | Mumbai

 હિમાચલ પ્રદેશ સરકારે તેની નવી બેરિયર પોલિસી જાહેર કરી છે, જે અંતર્ગત બહારના રાજ્યોમાંથી આવતા ખાનગી અને કોમર્શિયલ વાહનોના એન્ટ્રી ટેક્સમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર ગંભીર નાણાકીય દબાણ હેઠળ હોવાથી આવક વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

જાણો કેટલો વધારો થયો? (નવા દરો ૧ એપ્રિલથી)

હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા વાહનો માટે જાહેર કરવામાં આવેલા નવા દરો મુજબ, સામાન્ય ખાનગી વાહનો (કાર) માટેની ફી ₹૭૦થી વધારીને ₹૧૭૦ કરવામાં આવી છે. ૧૨+૧ પેસેન્જર ક્ષમતા ધરાવતા વાહનો માટે પણ હવે ₹૧૧૦ના બદલે ₹૧૭૦ ચૂકવવા પડશે. હેવી વાહનો જેવા કે ટ્રક અને લોડર માટેના દરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે હવે ₹૭૨૦થી વધીને ₹૯૦૦ થઈ ગયા છે. આ ઉપરાંત, જેસીબી (JCB) જેવી કન્સ્ટ્રક્શન મશીનરી માટે ₹૫૭૦ને બદલે ₹૮૦૦ અને ટ્રેક્ટર માટે ₹૭૦ના બદલે ₹૧૦૦ વસૂલવામાં આવશે. જોકે, રાહતની વાત એ છે કે ડબલ એક્સલ બસ અને ટ્રક માટે જૂનો ₹૫૭૦નો દર યથાવત રાખવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : UGC Alert: UGC નો મોટો ધડાકો: દેશની ૩૨ યુનિવર્સિટીઓ નીકળી નકલી, એડમિશન લેતા પહેલા આ લિસ્ટ ચોક્કસ ચેક કરી લેજો. 

૫૫ એન્ટ્રી બેરિયર પર ફાસ્ટેગ સુવિધા

હિમાચલમાં પ્રવેશવા માટે સિરમૌર, નૂરપુર, ઉના, બદ્દી, પરવાણુ અને બિલાસપુર જેવા ૫૫ મુખ્ય પોઈન્ટ્સ પર આ ટેક્સ વસૂલવામાં આવશે. વસૂલાત પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે સરકાર હવે ફાસ્ટેગ (Fastag) સિસ્ટમનો ઉપયોગ કરશે. આ માટે જિલ્લા કલેક્ટર (DC) ની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે જે હરાજી અને કોન્ટ્રાક્ટ પ્રક્રિયાની દેખરેખ રાખશે.

પ્રવાસન પર અસર થવાની ભીતિ

શિમલા, મનાલી અને ધર્મશાળા જેવા સ્થળોએ દર વર્ષે લાખો પ્રવાસીઓ પોતાની ગાડીઓ લઈને આવતા હોય છે. એન્ટ્રી ફીમાં અઢી ગણા વધારાને કારણે પ્રવાસન વ્યવસાય સાથે જોડાયેલા લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઈંધણના વધતા ભાવ વચ્ચે આ વધારાનો બોજ પ્રવાસીઓને પડોશી રાજ્યો તરફ વાળી શકે છે. જોકે, સરકારનું કહેવું છે કે વિકાસ કામો અને નાણાકીય સંતુલન માટે આ મહેસૂલ અનિવાર્ય છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More