309
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
હિમાચલ પ્રદેશમાં રહેતા રિટાયર ફોજી અજમેર સિંહે દીકરાને દેશદ્રોહી ગણાવીને પોતાની સંપત્તિમાંથી બેદખલ કરી દીધો. કારણ? એ દીકરો કેન્દ્ર સરકારની વિરુદ્ધ ચાલતા ખેડૂત આંદોલનમાં સમર્થન આપવા ગયો હતો.
હિમાચલ પ્રદેશના હમીરપુર ના જમલી ગામમાં રહેતા અજમેર સિંહ 2005માં જ ફોજમાં થી નિવૃત્ત થયા હતા. ગામમાં એક નાની દુકાન સંભાળવાની સાથે તેઓ ખેતી પણ કરે છે.પોતાનો દીકરો ખેડૂત આંદોલનમાં સામેલ થયો હોવાની વાતથી ગુસ્સે થઈને દિલ્હી પોલીસને તેમણે વિનંતી કરી ,કહ્યું પોલીસ તેના પુત્રની ધરપકડ કરે અને જેલમાં પૂરીને ડંડા મારે.અજમેર સિંહનું કહેવું છે કે તેના દીકરાને ખેતીની કોઈ જ સમજ નથી તેમ જ ક્યારેય ખેતી પણ કરી નથી.
મીલેટ્રી મેન પોતાના સિદ્ધાંતો માટે જાણીતા હોય છે અને તેના આવા પુરાવા અવારનવાર મળતા હોય છે.
You Might Be Interested In
