News Continuous Bureau | Mumbai
ઘણીવાર લગ્ન જીવનમાં(married life) કોઈને કોઈ કારણે ખટરાગ થતો હોય છે. ઘણીવાર લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે નાની-મોટી વાતને લઈને અણબન કે તકરાર થતી હોય છે. જોકે, ક્યારેક આ વાત મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આવી સ્થિતિમાં પત્ની અને જો બાળકો હોય તો તેમની જવાબદારી કોની? આ એક મોટો સવાલ છે. આવા કિસ્સામાં મહિલા દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવતા હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે(Supreme Court) જ હવે આ પ્રકારના કેસોને ધ્યાનમાં રાખીને મહત્ત્વનું ચુકાદો આપી દીધો છે. પત્ની અને બાળકોના ભરણપોષણ (Maintenance of wife and children) પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પતિએ પોતાની પત્ની અને સગીર બાળકોને શારીરિક શ્રમ (physical labor) કરીને આર્થિક મદદ(Financial assistance) કરવી જોઈએ જે તેની ફરજ છે.
ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી(Justice Dinesh Maheshwari) અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે અવલોકન કર્યું કે ઝ્રિઁઝ્ર ની કલમ ૧૨૫ હેઠળ જાળવણી માટેની જાેગવાઈ એ સામાજિક ન્યાયનું(social justice) એક સાધન છે જે ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા (Protection of women and children) માટે રચાયેલ છે. આ ર્નિણય સાથે, કોર્ટે એક વ્યક્તિની અરજીને ફગાવી દીધી જેમાં તેણે કહ્યું હતું કે તેનો વ્યવસાય બંધ થવાને કારણે તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું, “પતિ શારીરિક રીતે સક્ષમ હોવાના કારણે તે તેની ફરજ છે કે તે કાયદેસર રીતે કમાય અને તેની પત્ની અને સગીર બાળકોનું ભરણપોષણ કરે. પત્નીની અપીલ અને અન્ય પુરાવાઓના આધારે કોર્ટે જણાવ્યું હતું કે પતિ પાસે આવકના પૂરતા સ્ત્રોત હોવા છતાં અને શારીરિક રીતે સક્ષમ હોવા છતાં ભરણપોષણ માં નિષ્ફળ ગયો છે અને તેમની ઉપેક્ષા કરી છે.
આ સમાચાર પણ વાંચો : રેરા નિયમો અંગે ગુજરાત સહિત ૧૧ રાજ્યોને સુપ્રીમ કોર્ટની નોટિસ- વિસ્તૃત જવાબ આપવા માટે આટલા સપ્તાહનો આપ્યો સમય