News Continuous Bureau | Mumbai
High Court’s Decision: હવે મોબાઈલ ફોન (Mobile Phone) માં રેકોર્ડિંગ(call record) કરવું ભારે પડી શકે છે. જો તમે સામેનાં પક્ષની પરમિશન વગર કોલ રેકોર્ડ કરી રહ્યાં છો તો એ IT એક્ટની(IT Act) કલમ 72 અંતર્ગત ગુનો બને છે. કોર્ટે આ મામલે સુનાવણી કરતાં કહ્યું કે મોબાઈલ ફોન પર કોઈસાથે વાતચીત દરમિયાન જો કોઈ વ્યક્તિ બીજા પક્ષની મરજી વગર ફોન રેકોર્ડિંગ કરે છે તો એ પ્રાઈવસીનાં અધિકારનો ભંગ છે અને IT એક્ટની કલમ 72 અંતર્ગત અપરાધ છે.
SCનાં નિર્ણય બાદ છત્તીસગઢ હાઈકોર્ટે (Chhattisgarh High Court) ફોન ટેપિંગનાં ચર્ચિત કેસ નીરા રાડિયા પર પતિ-પત્ની વિવાદની વચ્ચે મોબાઈલ રેકોર્ડિંગનાં મામલા પર ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે મામલો અંગત સંબંધનો હોય તો પણ કોર્ટ કોલ રેકોર્ડિંગ જેવા પુરાવાઓને સ્વીકારી શકે નહીં જેમાં મંજૂરી વિના મોબાઈલ ફોનની વાતચીતનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હોય. આવું કરવું એ બંધારણની કલમ 21 હેઠળ ગોપનીયતાનાં અધિકારનું ઉલ્લંઘન છે.
આ સમાચાર પણ વાંચો : Navratri Ticket Fraud: 30 લાખના નકલી નવરાત્રી ટિકિટ કૌભાંડનો પર્દાફાશઃ આ ટીવી શો જોઈને મળી પ્રેરણા.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..
મામલો શું હતો ?
હાઈકોર્ટે કહ્યું કે એવું લાગે છે કે અરજદાર પત્નીની વાતચીત તેની જાણબહાર પતિએ ચુપચાપ રેકોર્ડ કરી છે. આ પ્રકારનું કૃત્ય બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ મામલો છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાનો છે. જ્યાં પત્નીએ પતિ પાસેથી ભરણપોષણ ભથ્થું મેળવવા માટેની અરજી ફેમિલી કોર્ટમાં કરી હતી. પતિએ પત્નીની વાતચીત રેકોર્ડ કરી કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી હતી જેમાં પતિએ પત્નીના ચારિત્ર્ય સામે આક્ષેપો મૂક્યાં હતા. જે બાદ પત્નીએ ફેમિલી કોર્ટના આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી અને આદેશ રદ કરવાની માંગ કરી હતી .
ફેમિલી કોર્ટના નિર્ણયને રદ્દ કરી HC જજ જસ્ટિસ રાકેશ મોહન પાંડેની સિંગલ બેન્ચે આદેશમાં કહ્યું કે, જાણ કર્યા વગર ફોન કૉલ રેકોર્ડ કરવો એ પ્રાઈવસીનાં અધિકારનું ઉલ્લંઘન છે અને બંધારણની કલમ 21 હેઠળ અરજદારના અધિકારોનું પણ ઉલ્લંઘન છે.