272
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
ભારતમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ ઝડપથી વધવા લાગ્યા છે.
પ્રથમ વખત દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ 170થી વધુ નવા કેસો સામે આવ્યા છે.
આ સાથે દેશમાં વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા વધીને 653 પર પહોંચી ગઇ છે.
જોકે તેમાંથી 151 લોકો સાજા થઇ પોતાના ઘરે પરત ફર્યા છે.
આ વેરિઅન્ટ હવે દેશના કુલ 19 રાજ્યોમાં પહોંચી ગયો છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળ મોખરે છે.
You Might Be Interested In