ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
20 મે 2020
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. બુધવારે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપી હતી કે દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા માત્ર 12 દિવસમાં વધી ને 1,06,750 રહી છે. તે જ સમયે મૃત્યુઆંક વધીને 3303 થયો છે. જ્યારે કોરોનાથી સાજા થતાં લોકોની સંખ્યા 42,298 છે અને દેશમાં અત્યાર સુધીમાં 61,149 સક્રિય કેસ છે. નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા 24 કલાકની અંદર જ, કોરોનાના લગભગ 5,611 નવા કેસ નોંધાયા અને 140 લોકોનાં મોત થયાં છે
વાત કરીએ મુંબઇ ધારાવીની તો મંગળવારે, ધારાવીમા બીજા 26 નવા કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાયા, જયાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1353 છે. સ્થાનિક અને કુલ મૃત્યુઆંક 56 નોંધાયો છે.
રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 323 નવા કેસ નોંધાયા છે.
બીજી બાજુ મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે તમિળનાડુ, પંજાબમાં કેસટી સંખ્યામાં ઘટાડો થયો હોવાનું અનુમાન છે..