ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 જુન 2020
આજે ભારત-ચીન-રશિયાના વિદેશ પ્રધાનોની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ હતી. આ દરમિયાન એસ જયશંકરે કહ્યું હતું કે વિશ્વના નેતૃત્વનો અવાજ દરેકના હિતમાં ઉઠાવવો જોઈએ.
વિદેશ પ્રધાન ડૉ એસ. જયશંકરે આજે રશિયા, ભારત અને ચીન (RIC) ના વિદેશ પ્રધાનોની બેઠકમાં ચીનનું નામ લીધા વિના કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નિયમોને આજે પડકારવામાં આવી રહ્યા છે.
વધુમાં કહ્યું, "વિશ્વના અગ્રણી અવાજો વિશ્વમાં દાખલા હોવા જોઈએ. આંતરરાષ્ટ્રીય કાયદાને માન આપવું, ભાગીદારોના કાયદેસરના હિતોને માન્યતા આપવી, બહુપક્ષીયતાને ટેકો આપવો અને સારાને પ્રોત્સાહન આપવું એ ટકાઉ વિશ્વ વ્યવસ્થા બનાવવાના એકમાત્ર રસ્તાઓ છે."
આ બેઠકમાં રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે કહ્યું કે રશિયા એવું નથી માનતો કે "સરહદ વિવાદના સમાધાન માટે ભારત અને ચીનને ત્રીજા કોઈ દેશની મદદની જરૂર છે".
આમ કહીને રશિયાએ ભારતને સમર્થન આપી દીધું હતું.…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com