401
Join Our WhatsApp Community
ભારતીય ડાક વિભાગ એટલે કે ઇન્ડિયા પોસ્ટ દ્વારા કરદાતાઓને ઘરઆંગણે સુવિધા મળી રહે તે હેતુસર સરકાર નવી યોજના લઈને આવી છે.
ઇન્ડિયા પોસ્ટ દ્વારા જણાવાયું છે કે, પોસ્ટ વિભાગ દ્વારા કોમન સર્વિસ સેન્ટરના (સીએસસી) કાઊન્ટર પર જઇને આવકવેરાનું રિટર્ન ફાઇલ કરી શકશે.
હવે પોસ્ટ ઓફિસમાંથી પણ આવકવેરાનું રિટર્ન ભરી શકાય તે માટે નવી સવલત આપવાની શરૂઆત કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે વિભાગ દ્વારા વિવિધ કુલ 73 જેટલી સર્વિસ પુરી પડાય છે જેમાં કેટલીક ઇ-સર્વિસનો પણ સમાવેશ થાય છે.
મોટા શહેરોને બાદ કરતા નાના-શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવકવેરા રિટર્ન ભરવામાં ખુબ તકલીફ પડતી હતી. હવે પોસ્ટ ઓફિસમાં આઈટી રિટર્ન ભરવાની સવલત ઊભી થતાં મોટાપાયે રાહત થશે.
દેશમાં હાલ 1,54,965 જેટલી પોસ્ટ ઓફિસ કાર્યરત છે. જે પૈકી 1,39,067 ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત છે.
You Might Be Interested In