News Continuous Bureau | Mumbai
INDIA Alliance: ઇન્ડિયા ગઠબંધનની જ્યારે જોર શોર થી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ ગઠબંધનમાં ફારુક અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તિ પણ સામેલ હતા. હવે સૌથી પહેલા ફારુક અબ્દુલ્લા ( Farooq Abdullah ) અલગ થયા ત્યારબાદ મહેબુબા મુફ્તિ ( Mehbooba Mufti) એ તમામ સીટો પર ચૂંટણી ( Election ) લડવાની જાહેરાત કરી છે.
પીડીપીની ( PDP ) નેતા મહેબુબા મુક્તિ એ શું કહ્યું?
પીડીપીની નેતા મહેબુબા મુક્તિ એ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેઓ પોતાની પરિસ્થિતિ અનુસાર અને પોતાની જરૂરિયાત મુજબ જમ્મુ કાશ્મીરમાં ( Jammu and Kashmir ) ચૂંટણી લડશે. તેમને એવું કહ્યું હતું કે તેઓ ઇન્ડિયા ગઠબંધન સાથે સીટ શેરીંગ કોઈ નિવેડો ન આવતા ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ રીતે પંજાબ અને દિલ્હીમાં અરવિંદ કેજરીમાલ, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી, અને અન્ય રાજ્યોમાં પણ નાના મોટા દળોએ પોતાની ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો છે.
આ સમાચાર પણ વાંચો : Acharya Vidyasagar: જૈન સાધુ આચાર્ય વિદ્યાસાગર વિશે શું તમે આ વાત જાણો છો? તેઓ જીવનભર બલિદાનનું મૂર્ત સ્વરૂપ રહ્યા.
આમ ઇન્ડિયા ગઠબંધનના વળતા પાણી છે