Site icon

India-EU Trade Deal 2026: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી, જાણો કેવી રીતે આ ડીલ ભારતીય અર્થતંત્રનો ચહેરો બદલી નાખશે.

India-EU Trade Deal 2026: પીએમ મોદી અને ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં યોજાશે બેઠક; કાપડ, રત્ન-ઝવેરાત અને કેમિકલ સેક્ટરને થશે સીધો મોટો ફાયદો.

India and EU to announce historic Free Trade Agreement today; Know its impact on exports, cars, and jobs.

India and EU to announce historic Free Trade Agreement today; Know its impact on exports, cars, and jobs.

News Continuous Bureau | Mumbai

 India-EU Trade Deal 2026: ભારત અને યુરોપિયન યુનિયન ૨૦૦૭થી ચાલી રહેલી વ્યાપાર વાટાઘાટોને આજે આખરી ઓપ આપવા જઈ રહ્યા છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે પુષ્ટિ કરી છે કે FTA ની વાતચીત સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને હાલમાં દસ્તાવેજોની કાયદાકીય તપાસ (Legal Scrubbing) ચાલી રહી છે.

Join Our WhatsApp Community

આજે શું છે કાર્યક્રમ?

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા ભારતની મુલાકાતે છે.
સવારે ૧૧:૧૦: રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ.
બપોરે ૧૨:૦૦: હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક.
બપોરે ૧:૧૫: સંયુક્ત પ્રેસ નિવેદન અને સમજૂતીની જાહેરાત.

આ સમાચાર પણ વાંચો : Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ

સમજૂતીમાં શું છે ખાસ? (૨૪ ચેપ્ટર્સની ડીલ)

આ FTA માત્ર સામાનના વેપાર પૂરતો મર્યાદિત નથી, પણ તેમાં સેવાઓ અને રોકાણનો પણ સમાવેશ થાય છે: ૧. નિકાસમાં રાહત: ભારતીય કાપડ, ચામડું, રત્ન-ઝવેરાત અને મશીનરી પર યુરોપમાં લાગતો ૧૦% સુધીનો ટેક્સ નાબૂદ કે ઓછો થશે. ૨. સસ્તી લક્ઝરી કારો: ભારત યુરોપિયન કારો (Audi, BMW, Mercedes) પરની આયાત ડ્યુટી તબક્કાવાર ઘટાડશે, જેનાથી આ કારો ભારતમાં સસ્તી થશે. ૩. મોબિલિટી એગ્રીમેન્ટ: ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશ્નલ્સ માટે યુરોપમાં કામ કરવાના અને ભણવાના વિઝા નિયમો સરળ બનશે.

વૈશ્વિક ગણિત અને ચીન પર નિર્ભરતા

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત માટે યુરોપ જેવું મોટું બજાર અત્યંત મહત્વનું છે. યુરોપિયન યુનિયન ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં બંને વચ્ચે ૧૩૬.૫૩ અબજ ડોલરનો વેપાર થયો હતો. આ ડીલથી ચીન પરની નિર્ભરતા ઘટશે અને ભારતને નવા વૈશ્વિક સપ્લાય ચેઈન પાર્ટનર મળશે.

Patna Girls Hostel Case: FSL રિપોર્ટમાં વિદ્યાર્થિની સાથે અમાનવીય કૃત્યની પુષ્ટિ, પોલીસ દ્વારા ૬ શંકાસ્પદોના DNA સેમ્પલ લેવાયા; તપાસ તેજ
Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Delhi-Mumbai Expressway Accident: ઉજ્જૈનથી પરત ફરતા ૪ મિત્રોના કમકમાટીભર્યા મોત; એક્સપ્રેસવે પર ટ્રકે કારને ૪ કિમી સુધી ઢસીડી
US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
Exit mobile version