ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
કોવિડ-19નું નવું વેરિઅન્ટ ભારતમાં ઝડપથી પોતાના પગ ફેલાવી રહ્યું છે.
આ ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે કોરોના જંગ સામે દેશમાં વધુ બે રસી-દવાને મંજૂરી આપવામાં આવી છે.
આ બે વેક્સિન કોવોવેક્સ અને કોરબેવેક્સ છે. તદઉપરાંત Molnupiravir એન્ટિ વાયરલ દવાને પણ મંજૂરી આપવામાં આવી છે.
કોરબેવેક્સ રસી ભારતની પ્રથમ સ્વદેશી ‘RBD પ્રોટીન સબ-યુનિટ’ રસી છે.
ભારતમાં વિકસિત આ ત્રીજી રસી છે! તેને હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ દ્વારા બનાવવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી, Covisheeld, Covaxin, ZyCoV-D, Sputnik V, Moderna, Johnson and Johnson, Corbevax અને Covovax ને ભારતમાં ઇમરજન્સીનાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીને નરીમન પોઈન્ટમાં પોલીસે લીધા અટકાયતમાં. આ છે કારણ; જાણો વિગતે