ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 જુલાઈ 2020
ચીન પર ભારત સરકારે ફરી એકવાર મોટી કાર્યવાહી હેઠળ 'ડિજિટલ સ્ટ્રાઇક' કરી, વધુ 47 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પહેલા ભારત સરકાર 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકી ચુકી છે જેમાં 'ટીકટોક' અને 'હેલો' જેવી એપનો સમાવેશ થતો હતો. સરકારી સૂત્રોના જણાવ્યાં મુજબ, એવી 47 ચીની એપ્સ છે જેનાથી નેશનલ સિક્યૉરિટી વાયોલેશનનો ભય છે. નોંધાપાત્ર વાત એ છે કે ચીની એપ્સની જે નવી લીસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે તેમાં શક્ય છે કે આગામી લીસ્ટ આવ્યા પછી ભારતમાંની ઘણી પોપ્યૂલર ચીની ગેમ્સ બેન થઈ જાય. મળતી માહિતી મુજબ જે કંપનીઓનું સર્વર ચીનમાં છે તેમના પર સૌથી પહેલા રોક લગાવવામાં આવી શકે છે. આ 275 ચીની એપ્સમાં લોકપ્રિય ગેમિંગ એપ્સ PUBG પણ શામેલ છે. જે ચીનના વેલ્યૂએબલ ઇન્ટરનેટ Tencentનો ભાગ છે. સાથે આમાં Xiaomiની Zili એપ, ઇ-કોમર્સ Alibaba ની Aliexpress એપ, Resso એપ અને Bytedance ની ULike એપ શામેલ છે. માહિતી મુજબ સરકાર જલદી જ આ 275 ચીની એપ્સ પણ બેન કરી શકે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com