ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 જુન 2020
ભારત અને ચીન એશિયાના બે, જવાબદાર અને મોટા દેશો છે. જેની અસર વિશ્વના દેશો પર પણ પડે છે. બે દિવસ પહેલા 20 ભારતીય જવાનો માર્યા ગયા ના સમાચાર આવ્યા ત્યારથી લદાખ અને ચીન સરહદે તણાવપૂર્ણ સ્થિતિ યથાવત છે. જો કે ચીનને પણ મોટાપાયે નુકસાન થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ 43 ચીની સૈનિકો માર્યા ગયા છે જેમને ગઈકાલે રાત્રે અંધારામાં ચીને એરલિફટ કર્યા હોવાના ખબર આવ્યા હતા.
અંધારી રાત માં થયેલી ઝપાઝપીમાં એવું તો શું બન્યું કે આટલા બધા જવાનો શહીદ થઈ ગયા!?
સૂત્રોના જણાવ્યા મુજબ 15મી જૂને ગલવાન ઘાટીમાં ઓફિસર સંતોષ બાબુ 20 જવાનો સાથે ચીનના કમાન્ડિંગ ઓફિસર સાથે હથિયાર વિના જ વાતચીત કરવા પહોંચ્યા હતા. જ્યા જણાવ્યું કે ચીન પહેલાં જે પોસ્ટ પર હતી ત્યાં જ યથાવત્ રહે આગળ વધવાની કોશિશ ના કરે. હજુ કમાન્ડિંગ ઓફિસરો વચ્ચે વાતચીત ચાલુ જ હતી તે દરમિયાન ચીની સૈનિકો ઉગ્ર બની ગયા અને પેટ્રોલીંગ ટુકડી પર ખીલીઓ-ધારવાળા ડંડા, કાંટાળા તારમાં લપેટેલા લોખંડના સળીયા વગેરે લઈને ભારતીય જવાનો પર તૂટી પડ્યા. તે સમયે ચીનના 300 જેટલા સૈનિકો હાજર હતા. ઝપાઝપીનો અવાજ વાયરલેસ પર સાંભળી પાછળ જ ઊભેલા ભારતીય જવાનોની ટુકડી પણ ચીન પર તૂટી પડી અને 35 ભારતના જવાનો આવી પહોંચ્યા. આમ 55 ભારતીય જવાનોએ મક્કમતાપૂર્વક 300 ચીનીઓને ટક્કર આપી હતી. પરંતુ તેજ વેળા આ ઘટના જ્યાં બની હતી તે કાચી પહાડી પર હોવાથી આટલો ભાર સહન ન કરી શકી અને આ જગ્યા નીચે ધસી પડી. આ દરમિયાન પહાડી ની પાછળ આવેલી નદીના ઠંડા પાણીમાંની ખાઈમાં સૈનિકો જઈ પડ્યા જેને કારણે આપણા 20 અને ચીનના 43 જવાનો માર્યા ગયા. ઉલ્લેખનીય છે કે 40 વર્ષ બાદ ભારત ચીન વચ્ચે થયેલી ટક્કરમાં જોકે કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું નથી…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
https://bit.ly/3fxoxI2
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
www.newscontinuous.com
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com